1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં એક દિવસમાં રૂ. 90665 કરોડના 59 જેટલા MOU થયા
ગુજરાતમાં એક દિવસમાં રૂ. 90665 કરોડના 59 જેટલા MOU થયા

ગુજરાતમાં એક દિવસમાં રૂ. 90665 કરોડના 59 જેટલા MOU થયા

0
Social Share

અમદાવાદઃ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ ઉપક્રમના છ તબક્કાઓ તા. 13મી ફેબ્રુઆરી 2023થી 27મી માર્ચથી 2023 દરમિયાન પૂર્ણ થયા છે અને કુલ 59 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ 90665 કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે.

રાજ્યમાં આજે થયેલા એમઓયુ અનુસાર આ ઉદ્યોગો શરૂ થવાથી 65431 જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે. જે ક્ષેત્રોમાં અત્યાર સુધીમાં MoU થયા છે તેમાં કેમિકલ ક્ષેત્રે 40 હજાર, એન્જીનિયરીંગ ક્ષેત્રે 6 હજાર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પાંચ હજાર સૂચિત રોજગારીની તકો ઉપલબ્ધ થશે. ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્ટસ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ને વધુ ગતિ આપતાં આ સોમવારે તા. 27મી માર્ચે એક જ દિવસમાં ૩ MoU મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા.

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતીમાં થયેલા આ 3 MoU દ્વારા રાજ્યમાં રૂ. 11291 કરોડનું સૂચિત રોકાણ આવશે અને 10600 જેટલી સંભવિત રોજગારીનું સર્જન થશે. આ બહુવિધ MoU અન્વયે ફાર્માસ્યુટિકલ્સ અને સોડાએશ ઉદ્યોગોમાં રોકાણો આવશે. MoU કરનારા ઉદ્યોગોમાં બે ભારતીય કંપની અને એક જાપાનિઝ કંપનીએ અનુક્રમે નખત્રાણા, વાલિયા અને સાણંદ ખાતે પોતાના ઉત્પાદન એકમો શરૂ કરવામાં રસ દાખવ્યો છે.

આ ‘‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ આ પહેલા MoU કરેલા છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની એ રાજ્ય સરકાર વતી તથા સંબંધિત ઉદ્યોગકારોએ પોતાના એકમો વતી MoU પર હસ્તાક્ષર કરીને મુખ્યમંત્રી તથા મંત્રીઓ સમક્ષ આપ-લે કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code