
ચૈત્ર નવરાત્રીના ઉપવાસમાં રાજગરાનો કરો સમાવેશ, દિવસ દરમિયાન મળી રહે છે એનર્જી પેટ નહી રહે ખાલી
- રાજગરો સ્વાસ્થ્ય માટે ફઆયદા કારક
- અનેક બિમારીને થતા અટકાવે છે
- વા અને સાંધાની તકલીફને દૂર કરે છે
- પાચનશક્તિ વધુ મજબૂત બનાવે છે
શ્રાવણ માસમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે ,જેમાં ભોજનમાં તેઓ ફરાળ લેતા હોય છે,પણ શું તમને ખબર છે કે ઉપવાસમાં શા માટે રાજગરો, મોરૈયો બાફેલા બટાકા એવું બધુ ખવામાં આવે છે? રાજગરાનો ચતો મોટા પ્રમાણમાં લોકો ઉપયોગ કરે છે, રાજગરાની પુરી, રાજગરાનો શીરો ખાઈને ઉપવાસમાં પોતાની ભૂખને સંતાષતા હોય છે, આ રાજગરો આરોગ્ય માટે ખૂબજ ગુણકારી ગણાય છે, તો ચાલો જાણીએ રાજગરામાં સમાયેલા અનેક ગુણો અને તેના સેવનથી થતા ફાયદાઓ.
રાજગરો ખાવાથી થાય છે અદભુત ફાયદાઓ
- રાજગરાની ખાસ તાસિર ગરમ હોય છે. આથી શરીરમાં કાર્બોહાઈડ્રેડ અને ગ્લૂકોઝનું સ્તરવધારવા માટે તેનું સેવન ફાયદાકારક હોય છે
- રાજગરો એક છોળ પર ઉગતી વનસ્પતિ છે,,રાજગરાના સફેદ ફૂલથી નિકળતા બીયડને વાટીને એનો લોટ તૈયાર કરવામાં આવે છે. જેને સામાન્ય રીતે બધા લોકો઼ રાજગરાનો લોટ કહે છે.રાજગરાને થાસ કરીને એક જડીબૂટી પણ કહે છે જેને બ્લ્ડપ્રેશર મધુમેહ વગેરેની દવાઓમાં ઉપયોગ પણ લેવામાં આવે છે.
- રાજગરાના સેવનથી સ્ટેમીના વધે છે જેને લઈને ઉપવાસમાં ખાવાથી આખો દિવસ એનર્જી મળી રહે છ.
- રાજગરાનું સેવનથી શરીરના સ્નાયુનો વિકાસ થાય છે તેમજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે છે.
- રાજગરાના લોટને વધુ સમય સુધી રાખી શકાતો નથી,એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય. તેનો તાજો લોટ ઉપયોગ કરો. લોટમાં ફંગસ અને બેક્ટીરિયા લાગી જાય છે
- રાજગરામાં જ કુદરતી સ્ટીરોઈડ સમાયેલું હોય છે, જે ખાસ કરીને લોહીમાં સુગરના લેવલને નિયંત્રણમાં રાખવાનું કાર્યકરે છે.
- ખાસ કરીને રાજગરો ડાયાબિટીસ દર્દી માટે શ્રેષ્ઠ છે,જેમાં કોલેસ્ટ્રોલ ઓછું છે જે મગજ ને લીવરની તાકાતમાં વધારો કરવામાં મદદગાર સાબિત થાય છે.
- રાજગરાના સેવનથી વા,સાંધાની તકલીફમાં પણ રાહત થાય છે. ા સાથે જ તેનાથી ચામડીના રોગ થતા પણ અટકે છે.