ડુંગળીના ભાવ વધારા વચ્ચે નાસિકના સાત વેપારીઓ ઉપર આવકવેરા વિભાગના દરોડા
મુંબઈઃ પેડ્રોલ-ડિઝલના ભાવ વધારાની સાથે ટ્રાન્સપોર્ટેળન મોંઘુ થયું છે. જેની સીધી અસર સામાન્ય જનતા ઉપર પડી રહી છે. બીજી તરફ ડુંગળીના ભાવમાં સતત વધારો થયો છે. દરમિયાન નાસિકમાં ઈન્કમટેક્સ વિભાગે ડુંગળીના સાત જેટલા વેપારીઓ ઉપર દરોડા પાડ્યાં હતા. આઈટીના દરોડાના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક વેવારીઓએ ડુંગળીનો સંગ્રહ કરીને રાખયો હતો. જેથી ગરોબોની કસ્તરી ગણાતી ડુંગળીની કિંમતમાં સતત વધરો થયો હતો. જેથી ગૃહિણીઓના બજેટ ખોરવાયાં હતા. દરમિયાન નાસિકમાં ડુંગળીના વેપારીઓ ઉપર આઈટીના દરોડાની જાણ થતા ખેડૂતોએ યાર્ડમાં ડુગળી લાવવાનું ઓછુ કર્યું છે. ડુંગળીના ભાવ વધતા વેપારીઓએ સંગ્રહખોરી ચાલુ કરી દીધી હતી. તહેવાર સમયે ગરીબોની કસ્તુરી એવી ડુંગળી લોકોને રડાવી દે તેવી સ્થિતિ સર્જાણી હતી. નાફેડ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 80થી 90 હજાર ટન ડુંગળી દેશના વિવિધ મોટા શહેરોમાં રિલીઝ કરવામાં આવી છે. પરંતુ હવે નાફેડ પાસે પણ ડુંગલીનો બહુ મોટો સ્ટોક ન હોવાની સંભાવના છે.
નાસિકમાં ડુંગળીના વેપારીઓ ઉપર આવકવેરા વિભાગે પાડેલા દરોડાને પગલે અન્ય વેપારીઓમાં ભય ફેલાયો છે. બીજી તરફ દરોડા દરમિયાન કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે.