અમેરિકામાં પીએમ મોદીની લોકપ્રિયતામાં વધારો.. એક પ્રશંસકની કારની નંબર પ્લેટનો ફોટો વાયરલ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતમાં જ નહીં દુનિયાના વિવિધ દેશોમાં લોકપ્રિય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે. તેમના સ્વાગત માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પીએમ મોદીના પ્રવાસને લઈને અમેરિકામાં વસતા ભારતીયોમાં પણ ભારે ઉત્સાહ હોવા મળી રહ્યો છે. દરમિયાન રાઘવેન્દ્ર નામના અમેરિકન પ્રસંશકે પોતાની કારની નંબર પ્લેટ ‘NMODI’ કરી છે.
રાઘવેન્દ્ર કહે છે, “મેં આ નંબર પ્લેટ વર્ષ 2016માં લીધી હતી. નરેન્દ્ર મોદી મારા માટે એક પ્રેરણા છે. તેઓ મને દેશ માટે, સમાજ માટે, વિશ્વ માટે કંઈક સારું કરવાની પ્રેરણા આપે છે. પીએમ મોદી અહીં આવી રહ્યાં છે તેઝી હું તેમને આવકારવા માટે રાહ જોઈ રહ્યો છું.” અમેરિકામાં વસવાટ કરતા રાઘવેન્દ્રની મોટરકારની નંબર પ્લેટનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેમજ આ ફોટોગ્રાફને જોઈને લોકો પોત પોતાના અભિપ્રાય વ્યક્ત કરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવસોમાં અમેરિકાના પ્રવાસે જવાના છે, પીએમ મોદીના પ્રવાસને લઈને અમેરિકાએ વિશેષ વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં અમેરિકામાં વસવાટ કરતા ભારતીયોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતીય વંશના લોકો સાથે પણ સંવાદ કરશે. આ ઉપરાંત બંને દેશ વચ્ચે પણ વેપાર અને સંરક્ષણને લઈને મહત્વની બેઠક મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.