Site icon Revoi.in

ભારત-ઓસ્ટ્રેલિયાની પાંચમાં ટી-20 મેચ વરસાદને કારણે રદ, ભારત 2-1થી સીરિઝ જીત્યું

Social Share

નવી દિલ્હીઃ બ્રિસ્બેનમાં રમાઈ રહેલી પાંચમી ટી20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આમ ભારત આ સીરિઝ 2-1થી જીતી ચુક્યું છે. ગૌત્તમ ગંભીર અને સૂર્યકુમાર યાદવની જોડીએ 5મી ટી20 સીરિઝ જીતી છે. ટી20 વિશ્વ કપ 2024 બાદ ગૌત્તમ ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. વર્લ્ડ કપ જીત્યા બાદ રોહીત શર્મા અને કોહલીએ નિવૃત્તિ જાહેર કરી હતી. જેથી ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી હતી.  સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 3-0, બાંગ્લાદેશને 3-0, દક્ષિણ આફ્રિકાને 3-1, ઈંગ્લેન્ડને 4-1 અને ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું છે. આ ઉપરાંત એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટ ભારતે જીતી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી ટા-20 મેચ બ્રિસ્બેનના ગાબામાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટીંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય ઓપનર્સ ગીલ અને અભિષેક શર્માએ વિસ્ફોટક બેટીંગ કરીને 4.5 ઓવરમાં 52 બનાવ્યાં હતા. દરમિયાન વરસાદ વરસતા મેચ અટકાવવામાં આવી હતી. જો કે, વરસાદ ન અટકતા અંતે મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Exit mobile version