નવી દિલ્હીઃ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટઈન્ડિઝને સાત વિકેટથી હરાવીને બે મેચની સિરીઝ 2-0થી જીતી લીધી હતી. બીજી ઈનીંગ્સમાં ભારતને જીત માટે વેસ્ટઈન્ડિઝએ 121 લક્ષ્યાંક આપ્યો હતો. જે આજે રમતના પ્રથમ કલાકમાં જ હાંસલ કરી લીધો હતો. કેપ્ટન તરીકે ગિલની આ પ્રથમ ટેસ્ટ સિરીઝ જીત છે.
દિલ્હીમાં રમાયેલી આ ટેસ્ટમાં પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 518 રન ઉપર દાવ ડીકલેર કર્યો હતો. વેસ્ટઈન્ડિઝ પ્રથમ ઈનિંગ્સમાં 248 રનમાં ઓલઆઉટ થતા ટીમ ઈન્ડિયાએ તેને ફોલોઓન કર્યું હતું. બીજી ઈનિંગ્સમાં વેસ્ટઈન્ડિઝએ 390 રન બનાવીને ભારતને 121 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેનો પીછો કરતા કે.એલ.રાહુલએ 58 રન બનાવીને વિજ્યી ચોગ્ગો ફટકાર્યો હતો.
અરૂણ જેટલી સ્ટેડિયમની પીચ બેટીંગને અનુકુળ હતી, જેથી ટોસ જીતીને ભારતે પ્રથમ બેટીંગનો નિર્ણ લીધો હતો. પ્રથમ દિવસે જ જયસ્વાલે સદી ફટકારી હતી. જ્યારે રાહુલ 38 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સુદર્શને 87, જયસ્વાલે 175, નીતિશ રેડ્ડીએ 43 અને ધ્રુવ જુરેલએ 44 તથા કેપ્ટન ગીલે સદી ફટકારી હતી. 518 રન ઉપર ટીમ ઈન્ડિયાએ દાવ ડીક કર્યો હતો. જે બાદ બેટીંગ કરવા ઉતરેલી વેસ્ટઈન્ડિઝની ટીમ 248 રન બનાવીને ઓલઆઉટ થઈ થઈ હતી.
કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી હતી. જ્યારે જાડેજાએ 3, સિરાજ તથા બુમરાહએ એક-એક વિકેટ લીધી હતી. ફોલોઓન બાદ ફરીથી બેટીંગમાં ઉતરેલી વેસ્ટઈન્ડિઝની ટીમે લડત આપી હતી, અને જોન કેપબેલના 115 અને શાઈ હોપના 103 રનની મદદથી 390 રન બનાવ્યાં હતા. આમ ટીમ ઈન્ડિયાને 121 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઈનિંગ્સમાં જયસ્વાલ માત્ર 8 રન બનાવીને આટ થયો હતો. જ્યારે સાઈ,સુદર્શને 39 રન બનાવ્યાં હતા. આ ઉપરાંત ગીલે 13 અને કે.એલ.રાહુલે 38 રન બનાવ્યાં હતા. ભારતે 36 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.