
પેગાસસને ભારતે ઈઝરાયલ સાથેની ડિફેન્સ ડીલમાં ખરીદ્યું, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
નવી દિલ્હીઃ જાસુસી સોફાટવેર પેગાસસને લઈને ગણો વિવાદ ઉભો થયો હતો. હવે આ અંગે આવેલા એક નવા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ભારત સરકારે ઈઝરાયલ પાસેથી વર્ષ 2017માં એક મોટી રકમની ડીલમાં મિસાઈલ સિસ્ટમ ઉપરાંત પેગાસસને પણ ખરીદ્યું હતું. આ ડીલ લગભગ 2 અરબ ડોલરની હતી.
એક મીડિયા રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર એફબીઆઈએ પણ સોફ્ટવેર ખરીદ્યું હતું અને તેનું ટેસ્ટીંગ પણ કર્યું હતું. રિપોર્ટમાં ડીટેલમાં કહેવાયું છે કે, કેવી રીતે સ્પાયવેરને ગ્લોબલી યુઝ કરવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પેગાસસને પોલેન્ડ, હંગરી અને ભારત ઉપર અન્ય દેશોને પણ વહેચવામાં આવ્યું છે. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલના પ્રવાસે હતા. તેનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, બંને દેશ વચ્ચે 2 બિલિયન ડોલરની હથિયાર અને ઈન્ટેલિજેન્સ ગિયર પેકેજ ડીલ ઉપર સહમતી થઈ હતી. આમાં પેગાસસ અને મિસાઈલ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે.
જુલાઈ 2017ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક ઈઝરાયલ યાત્રાનો ઉલ્લેખ કરીને મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતે એક નીતિ બનાવી રાખી હતી. જ્યાં ફિલિસ્તીન માટે પ્રતિબદ્ધતાની વાત કરાઈ હતી અને ઈઝરાયલ સાથે સંબંધ ઠંડા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર પીએમની યાત્રા વિશેષ રૂપથી સૌહાર્દપૂર્ણ હતી. પીએમ મોદીની યાત્રાના કેટલાક મહિનાઓ બાદ તત્કાલિન ઈઝરાયલી પીએમએ ભારતની મુલાકાત લીધી હતી.