1. Home
  2. ગુજરાતી
  3. અજય દેવગનની પ્રથમ વેબ સિરીઝ ‘રુદ્ધ-ધ એજ ઓફ ડાર્કનેસ’નું ટ્રેલર રિલીઝ – શાનદાર અવતાર અભિનેતાની એન્ટ્રી
અજય દેવગનની પ્રથમ વેબ સિરીઝ ‘રુદ્ધ-ધ એજ ઓફ ડાર્કનેસ’નું ટ્રેલર રિલીઝ – શાનદાર અવતાર અભિનેતાની એન્ટ્રી

અજય દેવગનની પ્રથમ વેબ સિરીઝ ‘રુદ્ધ-ધ એજ ઓફ ડાર્કનેસ’નું ટ્રેલર રિલીઝ – શાનદાર અવતાર અભિનેતાની એન્ટ્રી

0
Social Share
  • અભિનેતા અજય દેવગન જોવા મળશએ વેબસિરીઝમાં
  • રુદ્ધનું ટ્રેલર થયું રિલીઝ

મુંબઈઃ- કોરોના મહામારી દરમિયાન મનોરંજન જગતને બરકરાર રાખવામાં ઓટીટી પ્લેટફોર્મનો મોટો હાથ રહ્યો છે એમ કહીએ તો ખોટૂ નથી, દરેક બોલિવૂડના સિતારાઓએ વેબ સિરીઝમાં હાથ અજમાવ્યો છે,ત્યારે હવે અપકમિંગ વેબ સિરીઝ લઈને અભિનેતા અજય દેવગન પણ આવી રહ્યા છે

જાણકારી પ્રમાણે જય દેવગણે પણ ડિટેક્ટીવ તરીકે તેના ડિજિટલ ડેબ્યુનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. ‘સારા સિસ્ટમ હી જુમલોં પર ચલા હૈ’ જેવા જોન્ટી ડાયલોગ્સ સાથે રિલીઝ થયેલી અજય દેવગનની પ્રથમ વેબ સીરિઝ ‘રુદ્ર’નું ટ્રેલર આ સિરીઝ જોવા ઉત્સુક બનેલા દર્શકોને વધુ ઉત્સુક બનાવશે.

અજયે ઘણી વખત પડદા પર પોલીસકર્મીની ભૂમિકા ભજવી છે, ‘વેબ સિરીઝ ‘રુદ્ર – ધ એજ ઓફ ડાર્કનેસ’ ખૂબ જ અસરકારક અને  ન ઉકેલી શકાય તેવા કોયડા જેવી છે.અભિનેતાની આ નવી સફરની શરૂઆત છે.

વેબ સિરીઝ ‘રુદ્ર- ધ એજ ઓફ ડાર્કનેસ’નું મોટાભાગનું શૂટિંગ મુંબઈમાં થયું છે. અને આમાં મુંબઈને બેકગ્રાઉન્ડ તરીકે નહીં પણ એક પાત્ર તરીકે રાખવામાં આવ્યું છે. આ સિરીઝમાં તરુણ ગેહલોત, સત્યદીપ મિશ્રા અને આશિષ વિદ્યાર્થી પણ મહત્વના રોલમાં જોવા મળવાના છે.

હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય પાત્ર ‘સિંઘમ’ પછી અજય દેવગન આ વખતે યુનિફોર્મ વિના પોલીસ ઓફિસર બનવા જઈ રહ્યો છે. આ સિરીઝ માત્ર છ એપિસોડની છે અને દરેક એપિસોડમાં રુદ્ર નવા ગુનેગારને શોધતો જોવા મળશે. એશા દેઓલ, રાશિ ખન્ના, અતુલ કુલકર્ણી અને અશ્વિની કાલસેકર જેવા કલાકારો પણ શ્રેણીના ટ્રેલરમાં ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વેબ સિરીઝ પ્રખ્યાત બ્રિટિશ વેબ સિરીઝ ‘લુથર’ની રિમેક તરીકે બનેલી  છે,જે  આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે. આ સિરીઝમાં અજય દેવગન એ જ રોલ કરતો જોવા મળશે જે ઓરિજિનલ ફિલ્મમાં પ્રખ્યાત સ્ટાર ઈદ્રિસ એલ્બાએ કર્યો છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code