Site icon Revoi.in

ભારત તમામ આફ્રિકન દેશો સાથે પરસ્પર લાભદાયી અને સ્થાયી ભાગીદારી માટે પ્રતિબદ્ધ: દ્રૌપદી મુર્મુ

Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારત તમામ આફ્રિકન દેશો સાથે પરસ્પર લાભદાયી અને સ્થાયી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કોને મળ્યા અને તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતના અંગોલા સહિત તમામ આફ્રિકન દેશો સાથે ગાઢ સંબંધો છે. તેમણે આફ્રિકામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં અંગોલાની ભૂમિકાની પ્રશંસા કરી.

રાષ્ટ્રપતિ મુર્મુએ એમ પણ કહ્યું કે આતંકવાદ માનવતા માટે ગંભીર ખતરો છે અને તેની સ્પષ્ટ નિંદા થવી જોઈએ. રાષ્ટ્રપતિએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે રાષ્ટ્રપતિ લોરેન્કોની સહાનુભૂતિ અને આતંકવાદ સામેના સમર્થનની પણ પ્રશંસા કરી. બંને નેતાઓ બંને દેશોના લોકો અને વિકાસશીલ દેશોની પ્રગતિ અને કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા.

Exit mobile version