1. Home
  2. ગુજરાતી
  3. કેપટાઉન ટેસ્ટમાં ભારતે રચ્યો ઈતિહાસ, દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું
કેપટાઉન ટેસ્ટમાં ભારતે રચ્યો ઈતિહાસ, દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું

કેપટાઉન ટેસ્ટમાં ભારતે રચ્યો ઈતિહાસ, દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું

0
Social Share

મુંબઈઃ ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણીના બીજી મેચમાં સાત વિકેટથી જીતી લીધી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1 થી બરાબરી કરી લીધી છે. બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનીંગ્સમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 55 રન પર સમેટાઈ ગઈ હતી. એના પછી ભારત 153 રન પર ઓલ આઉટ થઈ ગયું હતુ. યદમાન ટીમે બીજી પારીમાં 173 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને 79 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવી આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ભારત અને આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર 23 વિકેટ પડી હતી.

ભારતે કેપટાઉન ટેસ્ટમાં જીતીને ઈતિહાસ બનાવ્યોં છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત અહીં ટેસ્ટ મેચ જીતી છે. ભારતની કેપટાઉનમાં આ સાતમી ટેસ્ટ મેચ હતી. આના પહેલા 6 માંથી 4માં હારનો સામનો કરવો પડ્યો હતો. 2 ટેસ્ટ ડ્રો રહી હતી. ભારતે કેપટાઉન ટેસ્ટને જીતીને શ્રેણી 1-1 ની બરાબરી હાંસલ કરી છે. આ બીજી વખત છે, જ્યારે ભારત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરવામાં સફળ રહ્યું છે. આના પહેલા 2010-11 માં મહેંન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-1 થી ડ્રોમાં સમાપ્ત કરી હતી.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર એ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, તેમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. પ્રથમ ઈનીંગ્સમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 55 રન પર જ સિમિત રહી હતી. જે બાદ ભારત 153 રન પર ઓલ આઉટ થઈ ગયુ હતુ. બંન્ને ટીમોની પ્રથમ પારી મેચમાં પહેલા દિવસે જ સમાપ્ત થઈ ગઈ હતી. મેચના બીજા દિવસે યજમાન ટીમ ઈનીંગ્સમાં 173 રન બનાવ્યાં હતા. આ રાતે ભારતને 79 રનનો લક્ષ્યાંક મળ્યો. તેણે ત્રણ વિકેટ ગુમાવીને આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી..

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code