ભારત તમામ પડકારોનો સામનો કરવા સક્ષમઃ રક્ષામંત્રી રાજનાથસિંહ
- ચંદીગઢમાં વૈજ્ઞાનિકો સાથે કર્યો સંવાદ
- એપીજે અબ્દુલ કલામજીને કર્યાં યાદ
દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથસિંહએ જણાવ્યું હતું કે, ભારત શાંતિપ્રિય દેશ છે અને તે કોઈ સાથે ઘર્ષણમાં ઉતરવા માંગતું નથી. પરંતુ દરેક પડકારનો સામનો કરવા સક્ષમ છે. રાજનાથસિંહે ગુરુવારે ચંદીગઢમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનની પ્રયોગશાળાની મુલાકાત લીધા બાદ વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યાં હતા.
તેમણે કહ્યું હતું કે, ભારત હંમેશા શાંતિપ્રિય દેશ રહ્યો છે અને કોઈ પણ પ્રકારના ટકરાવને પોતાની તરફ શરૂ કરવું એ આપણા મૂલ્યોની વિરોધ છે. પરંતુ દરેક પડકારોનો સામનો કરવા માટે ભારત સક્ષમ છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામજીએને યાદ કરતા તેમણે કહ્યું કે, તેઓ કહેતા હતા કે દુનિયામાં ભયને કોઈ સ્થાન નથી. એક શક્તિ જ બીજી શક્તિને સમ્માન કરે છે.