Site icon Revoi.in

ભારત AIમાં અગ્રેસર થવા માટે પ્રતિબદ્ધ છેઃ નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગસાહસિક વિશાલ સિક્કાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. નરન્દ્ર મોદીએ આ મીટીંગને એક અર્થપૂર્ણ વાર્તાલાપ તરીકે ગણાવી હતી અને કહ્યું હતું કે ભારત નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અને યુવાનો માટે તકોનું સર્જન કરવા સાથે AIમાં અગ્રેસર થવા પ્રતિબદ્ધ છે. બંનેએ AI અને ભારત પર તેની અસર અને આગળના સમય માટે કેટલીક આવશ્યકતાઓ પર વિગતવાર અને વ્યાપક ચર્ચા કરી છે.

વિશાલ સિક્કાની X પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી કે, “તે ખરેખર એક અર્થપૂર્ણ વાતચીત હતી. નવીનતા અને યુવાનો માટે તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત AIમાં આગેવાની લેવા પ્રતિબદ્ધ છે.”