Site icon Revoi.in

મહિલા વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો પરાજય

Social Share

બેંગ્લોરઃ વિશાખાપટ્ટનમમાં ગુરુવારે રમાયેલી ICC મહિલા વર્લ્ડ કપની મેચમાં ભારતીય મહિલા ટીમને દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમે આ રોમાંચક મેચમાં ભારત દ્વારા અપાયેલા 252 રનના લક્ષ્યને 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 251રન બનાવ્યા હતા. ભારત તરફથી વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 94 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.

જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમે 7 વિકેટે ૨૫૨ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડી ક્લાર્કે અસાધારણ પ્રદર્શન કર્યું હતું. તેણે અણનમ 84 રનની ઇનિંગ્સ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી. ભારતીય બોલરો માટે ડી ક્લાર્કને રોકવી મુશ્કેલ બની હતી.

Exit mobile version