ભારતે અરબી સમુદ્રમાં બતાવી પોતાની તાકાત,35 થી વધુ વિમાનો અને બે યુદ્ધ જહાજો સાથે કર્યો યુદ્ધાભ્યાસ
- ભારતે અરબી સમુદ્રમાં બતાવી પોતાની તાકાત
- કેરિયર બેટલ ગ્રુપ (CBG) સાથે કવાયત હાથ ધરી
- 35 થી વધુ વિમાનો અને બે યુદ્ધ જહાજો સાથે કર્યો યુદ્ધાભ્યાસ
દિલ્હી : ભારતીય નૌકાદળ રાષ્ટ્રીય દરિયાઈ હિતોની રક્ષા માટે સતત નિશ્ચય અને દૃઢતા સાથે વિકાસ પામી છે. લાંબા ગાળાની સંભવિત યોજનાઓને ધ્યાનમાં રાખીને અને મિશનના વિસ્તરણની મર્યાદાઓને પહોંચી વળવા તે સતત પોતાની શક્તિમાં વધારો કરી રહી છે. આને લઈને તે સતત યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે.
હવે ભારતીય નૌકાદળે દરિયાઈ ક્ષેત્રમાં સતત હવાઈ કામગીરી સુનિશ્ચિત કરવા અને ભારતના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે તેની ક્ષમતા દર્શાવી છે.ભારતે અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવી છે. ભારતે અરબી સમુદ્રમાં 35 થી વધુ વિમાનો અને બે યુદ્ધ જહાજો ધરાવતા કેરિયર બેટલ ગ્રુપ (CBG)નું સંચાલન કરીને પોતાની ક્ષમતા દર્શાવી હતી.
ભારતીય નૌકાદળે તેના કાફલાના ઘણા મોટા વિમાન પ્રદર્શિત કર્યા. નૌકાદળે અરબી સમુદ્રમાં કેરિયર બેટલ ગ્રુપ (CBG) સાથે કવાયત હાથ ધરી હતી જેમાં 35 થી વધુ વિમાન અને બે યુદ્ધ જહાજોનો સમાવેશ થાય છે. દરિયામાં સંરક્ષણ વધારવા માટે બે વિમાનવાહક જહાજો INS વિક્રમાદિત્ય અને સ્વદેશી INS વિક્રાંત તેમજ તેના કાફલાના જહાજો અને સબમરીનનું પણ પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે, આ બંને એરક્રાફ્ટને હિંદ મહાસાગરના સંરક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવે છે.આમ, ભારતીય નૌકાદળ દ્વારા અનેકવખત સમુદ્રમાં યુદ્ધાભ્યાસ કરવામાં આવતા હોય છે.