કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં ભારત 23 સુવર્ણ ચંદ્રક, 08 રજત અને 10 કાંસ્ય સહિત કુલ 42 ચંદ્રક સાથે પ્રથમ સ્થાને છે. 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટ્સમાં સિનિયર, જુનિયર અને યુથ કેટેગરીમાં ત્રણ સુવર્ણ ચંદ્રક જીત્યા છે.
સિનિયર કેટેગરીમાં, ઇલાવેનિલ વાલારિવન અને અર્જુન બાબુતાએ ફાઇનલમાં ચીનને 11 સામે 17 પોઇન્ટથી હરાવ્યું. જુનિયર કેટેગરીમાં, શામ્ભવી ક્ષીરસાગર અને નારાયણ પ્રણવે ચીની ટીમને ૧૬-૧૨થી હરાવ્યું. યુવા કેટેગરીમાં, અમીરા અરશદ અને અંશ દાબાસે કોરિયાને ૧૬-૧૨થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો.