નવી દિલ્હીઃ ભારતે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે, દેશને પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન મળ્યું છે. ભારતના સ્વદેશી લડાકુ વિમાન તેજક Mk1A એ શુક્રવારે સફળ ઉડાન ભરી હતી. તેમજના સફળ પરીક્ષણ હિંદુસ્તાન એયરોનોટિક્સ લીમીડેટ(HAL)ની નાસીકની ફેક્ટરીમાં કરવામાં આવ્યું હતું. HALના LCA (લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ) માટે ત્રીજી પ્રોડક્શન લાઈન અને એચટીટી-40 ટ્રેનર વિમાનની બીજી પ્રોડક્શન લાઈનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.
તેજસ 4.5 પેઢીનું મલ્ટી-રોલ ફાઈટર જેટ છે આ હવાઈ રક્ષાની સાથે સાથે જમીન પર હુમલા કરવાની સક્ષમ છે. ભારતીય વાયુસેનાની પાસે તેજસ વિમાન પહેલાથી છે. પરંતુ તેજસ એમકે1એ એડવાન્સ વર્જન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેજસે અનેક ટ્રાયલ ઉડાન ભરી છે. પરંતુ આ ઉડાન અંતિમ તૈયારીના રૂપમાં હતી. વાયુસેનાએ તાજેતરમાં જ મિગ 21ને નિવૃત્ત કર્યાં છે. HAL ના જણાવ્યા અનુસાર તેજસ Mk1Aના તમામ પરીક્ષણ સફળતાપૂર્વક રીતે પુર્ણ કરાયાં છે. આ ફાઈટર જેટ બ્રહ્મોસ સહિત વિવિધ સ્વદેશ હથિયારોથી સજ્જ કરાશે. આ જેટની સ્પીડ 2200 કિમીથી વધારે છે. આ તેજસ વિમાનનું એડવાન્સ વર્જન છે. તેમાં અપગ્રેડેડ એવિયોનિક્સ અને રડાર સિસ્ટમ છે. Mk1Aના નિર્માણમાં ભારતીય કંપનીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમાં લગભગ 65 ટકાથી વધારે ઉપકરણ સ્વદેશી છે. ભારતીય વાયુસેનાનું આ જહાજની આપૂર્તિ માટે 25મી સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં મહત્વપૂર્ણ કરાર કરાયાં છે. જે મુજબ 62 હજાર કરોડથી વધુની રમકમાં ભારતીય વાયુસેનાને 97 સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

