Site icon Revoi.in

ભારતના ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પીએ વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ જીતી

Social Share

ભારતના ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પીએ ન્યૂયોર્કમાં ઈન્ડોનેશિયાની ઈરેન સુકંદરને હરાવીને વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. કોનેરુ હમ્પીએ 11મા રાઉન્ડમાં 8.5 પોઈન્ટ મેળવીને ટુર્નામેન્ટ જીતી હતી. કોનેરુ હમ્પી ચીનના ઝુ વેનજુન પછી આ ખિતાબ એકથી વધુ વખત જીતનાર બીજો ખેલાડી બન્યા છે.

કોનેરુ હમ્પીએ 2019માં જ્યોર્જિયામાં આ ચેમ્પિયનશિપ જીતી હતી. પુરૂષ વર્ગમાં રશિયાના વોલોદર મુર્ઝિને ચેમ્પિયનશિપ જીતી છે. વોલોદર મુર્ઝિનની જીત તેને નોદિરબેક અબ્દુસાતુરોવ પછી બીજા સૌથી યુવા FIDE વર્લ્ડ રેપિડ ચેમ્પિયન બનાવે છે.