1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય મહિલાઓને પોતાના વાળને સજાવવા માટે ફરીથી પરંપરાગત સિલ્વર ક્લ્પિનું લાગ્યું ઘેલુ
ભારતીય મહિલાઓને પોતાના વાળને સજાવવા માટે ફરીથી પરંપરાગત સિલ્વર ક્લ્પિનું લાગ્યું ઘેલુ

ભારતીય મહિલાઓને પોતાના વાળને સજાવવા માટે ફરીથી પરંપરાગત સિલ્વર ક્લ્પિનું લાગ્યું ઘેલુ

0
Social Share

ભારતીય મહિલાઓ હંમેશથી પોતાના રૂપ અને શ્રુંગારને લઈને સતર્ક રહે છે. મહિલાઓ સુંદર અને સ્ટાઈલીસ કપડાની સાથે પોતાના વાળને પણ વધારે મહત્વ આવે છે. વાળની સુંદરતાને મહિલાઓ સોનાના આભુષણો કરતા પણ વધારે મહત્વ આપે છે. મહિલાઓમાં ખુલ્લા વાળ રાખવાની સાથે હેર ક્લ્પિની ફેશનનો ટ્રેન્ડ વધ્યો છે. એટલું જ નહીં પોતાના વાળને સજાવવા માટે મહિલાઓમાં ભારતીય પરંપરાગત સિલ્વર ક્લ્પિનો ક્રેઝ વધ્યો છે.

મહિલાઓમાં અવાર-નવાર કપડા અને વાળને લઈને ફેશન બદલાતી હોય છે. હાલ મહિલાઓમાં લાંબા વાળને ખુલ્લા રાખવાની ફેશન છે. એટલું જ ખુલ્લા વાળમાં હેર ક્લ્પિનો ફરીથી ક્રેઝ વધ્યો છે.

  • વર્કિંગ વુમનમાં નાનકડી કડીઓનો ટ્રેન્ડ

આજના મોઘવારીના જમાનામાં પરિવારને આર્થિક મદદ કરવાના ઉમદા ઈરાદાઓ સાથે અનેક મહિલાઓ કોર્પોરેટ કંપનીઓ અને નાની ફેકટરીઓમાં નોકરી કરી રહી છે. આવી મહિલાઓમાં હેર ક્લિપ ઉપર ઓરિજનલ, કાપડ, કાગળ કે પ્લાસ્ટીકની કડીનોને લગાવવાનો ક્રેઝ વધ્યો છે. આ ઉપરાંત હવે રેન્ડમલી વાળની બે લટ લઈ અને તેના પર સુંદર મજાની હેરક્લિપ લગાવી દેવાનો પણ ઓફિસોમાં કામ કરતી મહિલાઓ અને લગ્ન પ્રસંગ્રમાં જોવા મળે છે.

  • સિમ્પલ હેરબેન્ડ

મહિલાઓ મોટાભાગે સિમ્પલ હેરબેન્ડનો ઉપયોગ કરે છે. સિમ્પલ હેર બેન્ડ વર્ષોથી મહિલાઓની પ્રથમ પસંદગી રહ્યું છે.

  • પરંપરાગત ચાંદીની પીનો

ભારતીય પરંપરા અનુસાર વાળને સજાવવા અવનવી ધાતુની ક્લિપો પણ જાણીતી છે. ત્યારે હવે મહિલાઓમાં ફરીથી સિલ્વર ક્લ્પિ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code