અમેરિકા તરફથી ભારત માટે મોકલાયેલા ત્રણ AH-64E અપાચે એટેક હેલિકોપ્ટર લાવતું એન્ટોનોફ An-124 કાર્ગોને વિમાન લંડન એરપોર્ટ પર લગભગ 8 દિવસ સુધી ક્લિયરન્સની રાહ જોઈને અંતે પાછું વળવું પડ્યું છે. તાજા અહેવાલો અનુસાર પાકિસ્તાનના વિનંતી બાદ તુર્કીએ પોતાના એર સ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી નકારી, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે.
રિપોર્ટ અનુસાર બોઇંગ દ્વારા મોકલાયેલા આ ત્રણ અપાચે હેલિકોપ્ટર લાવતું કાર્ગો વિમાન જ્યારે તુર્કી ઉપરથી પસાર થવાની મંજૂરી માંગવામાં આવી, ત્યારે ઓવરફ્લાઇટ ક્લિયરન્સ આપવામાં આવ્યું નહીં. ડિફેન્સ ઈન્ટેલિજન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, તુર્કીના આ અચાનક બદલાયેલા વલણ પાછળ પાકિસ્તાનની સીધી ભૂમિકા છે. તુર્કી રાષ્ટ્રપતિ એર્દોગન ગયા કેટલાક મહિનાથી પાકિસ્તાનના પીએમ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર સાથે અનેકવાર મુલાકાત કરી ચુક્યા છે. અનુમાન છે કે પાકિસ્તાનની વિનંતી પર તુર્કીએ અપાચે હેલિકોપ્ટરની ડિલિવરી રોકવાનો નિર્ણય લીધો.
બોઇંગ અને એન્ટોનોફ હવે બે વૈકલ્પિક માર્ગોની તૈયારી કરી રહ્યા છે.પ્રથમ દક્ષિણ માર્ગ અનુસાર કાર્ગો અઝોર્સ – ઇજિપ્ત – ઓમાન થઈને ભારત પહોંચશે, જેમાં લગભગ 18 કલાક વધુ સમય અને ખર્ચ પણ વધશે. બીજો પૂર્વીય માર્ગ છે. અલાસ્કા – જાપાન – ગ્વામ થઈને ભારત પહોંચશે. આ રૂટ વધુ લાંબો છે. બન્ને માર્ગ માટે નવી ડિપ્લોમેટિક મંજૂરી જરૂરી છે અને An-124 માટે નવી બુકિંગ કરાવવાની પણ જરૂર પડશે. આ એરક્રાફ્ટ વિશ્વભરમાં ભારે માંગમાં હોવાને કારણે આ પણ મુશ્કેલ બની રહ્યું છે. અહેવાલ મુજબ, અપાચે હેલિકોપ્ટર ડિસેમ્બરનાં પહેલા અથવા બીજા અઠવાડિયામાં ભારત પહોંચે તેવી શક્યતા છે.

