1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતનું ભવિષ્ય ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના કલ્યાણથી વિકસિત થશેઃ સહકારમંત્રી
ભારતનું ભવિષ્ય ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના  કલ્યાણથી વિકસિત થશેઃ સહકારમંત્રી

ભારતનું ભવિષ્ય ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના કલ્યાણથી વિકસિત થશેઃ સહકારમંત્રી

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સહકાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા સહકાર રાજ્ય મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને ભારતને વર્ષ 2047  સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતનું સહકાર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

મંત્રી  વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું હતું કે,ભારતનું ભવિષ્ય ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ ચાર વર્ગના કલ્યાણથી વિકસિત થવાનું છે. એટલા માટે જ, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024 -25ના બજેટમાં ‘GYAN’: G-ગરીબ, Y-યુવા, A-અન્નદાતા (કિસાન), N-નારી શક્તિનું સૂત્ર આપવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, છેવાડાના માનવીનું કલ્યાણ થાય અને તમામનો સર્વાંગી વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખભેથી ખભા મિલાવીને પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરી રહી છે. જરૂરિયાતમંદ પરિવારના કલ્યાણની દિશામાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાત સતત અને અવિરત પ્રયત્ન કરી રહી છે. આગવા વિઝન અને મિશનથી સહકાર ક્ષેત્રને સાચા અર્થમાં વાઇબ્રન્ટ બનાવનાર સહકારી નીતિ, સહકારી યુનિવર્સિટી, પેક્સ કોમ્પ્યુટરરાઈઝેશન, નેશનલ કો ઓપરેટિવ ડેટાબેઝ પોર્ટલ જેવા નવા આયામો ઊભા કરી સરકાર અને સહકાર શુભ સમન્વય સાધનાર કેન્દ્રીય સહકાર મંત્રી  અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ “સહકાર થી સમૃધ્ધિ”ના મંત્રને આત્મસાત કરી આગળ વધી રહ્યો છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી પ્રવૃત્તિ “ડબલિંગ ઓફ ફેમિલી ઇનકમ”ના સિદ્ધાંત ઉપર કામ કરે છે. આ પ્રવૃત્તિ સાથે પુરુષ અને મહિલા બંને જોડાય છે, તેથી પરિવારની બેવડી આવક ઊભી થાય છે અને વિકાસ પણ બમણો થાય છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહના સતત માર્ગદર્શનમાં ગુજરાતના પાંચ દૂધ સંઘો દ્વારા રાજ્ય બહાર વિવિધ સ્થળોએ કુલ 18 પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. જેમાં પંચમહાલ દૂધ સંઘ દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ, માલેગાવ, મધ્યપ્રદેશના ઉજ્જૈન, ભોપાલ, જબલપુર અને છત્તીસગઢના દુર્ગ,મહેસાણા દૂધ સંઘ દ્વારા હરિયાણાના માલેસર, ધારુહેડા અને અંબાલા ખાતે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બનાસ દૂધ સંઘ દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસી, કાનપુર, લખનઉ અને ફરીદાબાદ, સાબરકાંઠા દૂધ સંઘ દ્વારા હરિયાણાના રોહતક, તેલંગાણાના  હૈદરાબાદ તેમજ રાજસ્થાનના જયપુરમાં જ્યારે સુરત દૂધ સંઘ દ્વારા મહારાષ્ટ્રના કોલ્હાપુર અને ગોવા ખાતે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે,સમગ્ર રાજ્યમાં 87,000  કરતાં વધુ સહકારી સંસ્થાઓ સાથે 1,71  કરોડ જેટલા સભાસદો જોડાયેલા છે. એમ પણ કહી શકાય કે, દર ચોથો ગુજરાતી સહકારી સંસ્થાનો સભાસદ છે. સહકાર વિભાગ પોતાની રૂઢિગત પરંપરાઓ અને વિચારસરણીમાંથી બહાર આવીને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સભાસદોના હિતમાં મહત્તમ કાર્યો કરી રહ્યો છે. જેના ભાગરૂપે, ગુડ ગવર્નન્સ, સહકારી મંડળીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન, પેક્સ કોમ્પ્યુટરાઈઝેશન, નેશનલ કો ઓપરેટિવ ડેટાબેઝ પોર્ટલ, ઈ કો-ઓપરેટીવ પોર્ટલ, નાણા ધીરનાર ધીરદારોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન, બોર્ડ ઓફ નોમીનીઝ અને અપીલ કેસોનું ઓનલાઇન સ્ટેટસ જેવા પગલાઓ લીધા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code