1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના 46 રેલ્વે સ્ટેશન 136 જેટલા રેલ્વે ઓવરબ્રિજ-અંડરબ્રિજને નવા રૂપરંગ અપાશે
ગુજરાતના 46 રેલ્વે સ્ટેશન 136 જેટલા રેલ્વે ઓવરબ્રિજ-અંડરબ્રિજને નવા રૂપરંગ અપાશે

ગુજરાતના 46 રેલ્વે સ્ટેશન 136 જેટલા રેલ્વે ઓવરબ્રિજ-અંડરબ્રિજને નવા રૂપરંગ અપાશે

0
Social Share

અમદાવાદઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશભરના 500 થી વધુ રેલ્વે સ્ટેશન્‍સ અને 1500 ઉપરાંત રેલ્વે અંડરબ્રિજ-ઓવરબ્રિજના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ તથા રિ-ડેવલપમેન્ટ કામો વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન કરાવ્યા હતા. જેમાં ગુજરાતના 46 રેલ્વે સ્ટેશન્‍સ અને 130 જેટલા અંડરબ્રિજ-ઓવરબ્રિજનો આ યોજના અન્વયે સમાવેશ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રેલ્વે સ્ટેશને યોજાયેલા સમારોહમાં સહભાગી થયા હતા. અમદાવાદ રેલ્વે સ્ટેશનના રૂ. 2,379 કરોડના રિ-ડેવલપમેન્‍ટ કામો સહિત સમગ્રતયા રૂ. 3487 કરોડથી વધુની રકમના કામો ગુજરાતને મળ્યા છે.

આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનના દૃષ્ટિવંત નેતૃત્વમાં દેશભરમાં અવિરત વિકાસની પરંપરા ઊભી થઈ છે. પાછલા દશકામાં રેલ્વે સુવિધાઓની સ્પીડ અને સ્કેલ બેય સતત વધતા રહ્યા છે. તેમણે ગુજરાતને મળેલા રેલ સેવાના વિવિધ કામોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 2014 સુધીમાં દર વર્ષે ગુજરાતને કેન્દ્ર સરકાર સરેરાશ 500-600 કરોડ રૂપિયા ફાળવતી હતી. 2014 પછી ગુજરાતને રેલ્વેની માળખાકીય સુવિધાના વિસ્તરણનો વ્યાપક લાભ મળ્યો છે અને રાજ્યમાં રૂ. 17,700 કરોડના 48 રેલ્વે પ્રોજેક્ટ હાલ કાર્યરત છે. એટલું જ નહીં, વડાપ્રધાનએ આ વર્ષના રેલ્વે બજેટમાં ગુજરાતને રૂ.8500 કરોડથી વધુની રકમ ફાળવી છે. રાજ્યના 89 રેલ્વે સ્ટેશન્‍સને વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન તરીકે વિકસાવવાનું પણ આયોજન થયું છે.

તેમણે ઉમેર્યું કે, SOU સુધી પ્રવાસીઓ સરળતાએ પહોંચી શકે તે માટે એકતાનગર સુધી રેલ્વે સેવા, સાબરમતી રેલ્વે સ્ટેશનનું દાંડીકૂચ થીમ અને સોમનાથ સ્ટેશનનું વાસ્તુશિલ્પ થીમ પર ડેવલપમેન્ટ જેવા પ્રવાસન-પર્યટન અને તીર્થાટન વિકાસ કામો પણ રેલ્વેના માધ્યમથી થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા રેલ્વે સેવાઓના વ્યાપ વિસ્તારથી વિકાસયાત્રાને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા પણ આ તકે દર્શાવી હતી.

(PHOTO-FILE)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code