1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાને મોંધાવારી બાબતે નેપાળ,ભૂટાન અને શ્રીલંકા જેવા દેશોને પછાળ્યા, પેટ્રોલ કરતા પણ દૂધના ભાવ વધૂ
પાકિસ્તાને મોંધાવારી બાબતે નેપાળ,ભૂટાન અને શ્રીલંકા જેવા દેશોને પછાળ્યા, પેટ્રોલ કરતા પણ દૂધના ભાવ વધૂ

પાકિસ્તાને મોંધાવારી બાબતે નેપાળ,ભૂટાન અને શ્રીલંકા જેવા દેશોને પછાળ્યા, પેટ્રોલ કરતા પણ દૂધના ભાવ વધૂ

0
Social Share
  • પાકિસ્તાનમાં દરેક વસ્તુના ભાવ આસમાને
  • દૂતાવાસના કર્મીઓને નથી મળી રહ્યો પગાર
  • ટ્વિટર પર આ બાબતે જાણકારી અપાઈ,જો કે પાક.એ તેનો ઈનકાર કર્યો
  • પેટ્રોલ કરતા મોંધુ દૂધ

દિલ્હીઃ-પાડોશી રાજ્ય પાકિસ્તાન અવારનવરા ટર્ચામાં હોય છે, ક્યારેક આતંકીઓને આશ્રયના મામલે તો ક્યારેક તેની નાપાક હરકતોને કરારણે ત્યારે હવે તે પોતાના દેશની મોઁધવારીને લઈને ચર્ચામાં જોવા મળે છે, થોડા સમય પહેલા જ પાકિસ્તાનના દૂતાવાસના કર્મીઓને પગાર ન આપવાનો મામલો ગરમાયો હતો ત્યારે  તેણે ફરી એકવાર પાકિસ્તાનમાં આર્થિક સંકટની સ્થિતિને ઉજાગર કરી હતી.

સર્બિયામાં પાકિસ્તાન દૂતાવાસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી વડાપ્રધાન ઈમરાન ખાનને ટેગ કરીને આ ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ માસથી પગાર ન મળવાના કારણે કર્મચારીઓના બાળકોને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા હોવાની વાત કહેવામાં આવી છે. જોકે, બાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે દૂતાવાસનું ટ્વિટર હેન્ડલ હેક કરવામાં આવ્યું છે. જો કે, દક્ષિણ એશિયાના દેશોની સ્થિતિનું વર્ણન કરતા આંકડા દર્શાવે છે કે પાકિસ્તાનનો ફુગાવાનો દર આ સમગ્ર ક્ષેત્રમાં સૌથી વધુ છે.

એશિયન ડેવલપમેન્ટ આઉટલુકના ડેટા દર્શાવે છે કે આ વર્ષે પાકિસ્તાનનો ફુગાવાનો દર 8.9 ટકા છે, જે આ ક્ષેત્રના આઠ દેશોમાં સૌથી વધુ છે. આ ક્ષેત્રમાં ભારત 5.5 ટકા, બાંગ્લાદેશ 5.6 ટકા, ભૂટાન 8.2 ટકા, અફઘાનિસ્તાન 5 ટકા, માલદીવ 2.5 ટકા, નેપાળ 3.6 ટકા અને શ્રીલંકામાં ફુગાવાનો દર 5.1 ટકા જોવા મળે છે.

વિતેલા મહિનામાં પાકિસ્તાનના મોંઘવારી દરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો, નવેમ્બરમાં મોંઘવારી દર 11.5 ટકા પર પહોંચી ગયો હતો, જે ઓક્ટોબરમાં 9.2 ટકા હતો. પાકિસ્તાનમાં એક ડોલરની કિંમત 176.66 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ભારતીય ચલણમાં તેની કિંમત 75.42 રૂપિયા છે. પાકિસ્તાન સ્ટેટિસ્ટિક્સ બ્યુરોના તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં પાકિસ્તાની રૂપિયામાં 11 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 20 મહિનામાં મોંઘવારી દર સૌથી વધુ 11.5 ટકા પર પહોંચી ગયો છે.

સરકારી આંકડા મુજબ દેશમાં એલપીજી ગેસ 217 રૂપિયા પ્રતિ કિલો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 2,560 રૂપિયા છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 9,847 રૂપિયા પ્રતિ કિલો છે. પેટ્રોલ 145.82 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 142.62 પ્રતિ લીટરની સ્થિતિમાં જોી શકાય છે. રોજીંદી ખાદ્યપદાર્થની આવશ્યક જરૂરિયાત એવા દૂધ અને ખાંડના ભાવ પણ અહીં ખૂબ ઊંચા છે. ગત સપ્ટેમ્બરમાં મહોરમ દરમિયાન કરાચીમાં દૂધ 140 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાતું હતું, જ્યારે પેટ્રોલની કિંમત તે સમયે 113 રૂપિયા પ્રતિ લીટર હતી.

ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટ દર્શાવે છે કે આવતા વર્ષે પાકિસ્તાનનો મોંઘવારી દર ઘટશે, પરંતુ તે સ્થિતિમાં પણ તે સમગ્ર દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સૌથી વધુ ફુગાવાવાળો દેશ રહેશે. 2022માં પાકિસ્તાનનો મોંઘવારી દર 7.5 ટકા રહેવાનો અંદાજ છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code