1. Home
  2. ગુજરાતી
  3. હું જલ્દી ભારત આવીશ, વેક્સીનનું ઉત્પાદન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે: અદાર પૂનાવાલા
હું જલ્દી ભારત આવીશ, વેક્સીનનું ઉત્પાદન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે: અદાર પૂનાવાલા

હું જલ્દી ભારત આવીશ, વેક્સીનનું ઉત્પાદન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે: અદાર પૂનાવાલા

0
Social Share
  • સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO આદર પૂનાવાલાએ આપ્યું નિવેદન
  • તેઓ બ્રિટનથી જલ્દી ભારત પરત ફરશે
  • વેક્સીનનું ઉત્પાદન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે

નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સિનની અછત વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલા બ્રિટન ભાગી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ કહ્યું કે, તેઓ થોડા દિવસમાં લંડનથી ભારત પરત આવશે. પૂનાવાલાએ દેશમાં વેક્સિનની વધી રહેલી માગ અને તેના કારણે ઉત્પાદન પર વધી રહેલા દબાણ વિશે વાત કહી હતી.

પૂનાવાલએ ભારત પરત ફરવા અંગેની યોજના વિશે કહ્યું કે, બ્રિટનમાં પોતાના તમામ પાર્ટનરો અને તમામ પક્ષોની સાથે બેઠક થઇ. આ દરમિયાન એ જણાવતા ખુશી થઇ રહી છે કે, પુણેમાં કોવિશીલ્ડનું ઉત્પાદન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે. થોડાક દિવસોમાં પરત ફરતા હું કામની સમીક્ષા કરવા માટે ઉત્સાહિત છું.

સરકારી સુરક્ષા આપ્યા બાદ પોતાની પહેલી ટિપ્પણીમાં પૂનાવાલાએ લંડનના અખબાર ધ ટાઇમ્સ સાથે વાતચીતમાં શનિવારે કહ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સીનની આપૂર્તિની માંગને લઈને ભારત સૌથી શક્તિશાળી લોકોમાંથી કેટલાક લોકોએ તેમની સાથે ફોન પર ઉગ્રતાપૂર્વક વાતો કહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેસ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ભારતમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ-19 વેક્સીન કોવિશીલ્ડનું ઉત્પાદન કરી રહ્યું છે. પૂનાવાલાએ કહ્યું કે, આ દબાણ જ મુખ્ય કારણ છે કે હું પરિવાર સાથે ભારત છોડીને લંડનમાં રહી રહ્યો છું. હું લંડનમાં વધેલા ગાળામાં રહી રહ્યો છું કારણ કે ફરીથી તે પરિસ્થિતિમાં જવા માંગતો નથી.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે હું એવી સ્થિતિમાં રહેવા માંગતો નથી તે જ્યાં તમે ફક્ત પોતાની જોબ કરવાનો પ્રયત્ન રહી રહ્યા હોય અને જ્યારે તમે કોઈને જરૂરિયાતની સપ્લાય નહીં આપો તો તમે વિચારી નહીં શકો કે તે શું કરવા જઈ રહ્યા હશે. અપેક્ષા અને આક્રામકતાનું સ્તર વાસ્તવમાં અભૂતપૂર્વ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code