1. Home
  2. ગુજરાતી
  3. નાસાને કોર્ટમાં લઇ ગયા જેફ બેઝોસ, આ કારણોસર નાસા વિરુદ્વ કરાઇ ફરિયાદ
નાસાને કોર્ટમાં લઇ ગયા જેફ બેઝોસ, આ કારણોસર નાસા વિરુદ્વ કરાઇ ફરિયાદ

નાસાને કોર્ટમાં લઇ ગયા જેફ બેઝોસ, આ કારણોસર નાસા વિરુદ્વ કરાઇ ફરિયાદ

0
Social Share
  • નાસા પર સંકટના વાદળો ઘેરાયા છે
  • જેફ બેઝોસ નાસાને કોર્ટમાં ખેંચી ગયા છે
  • આ સોદામાં કેટલાક ફંડામેન્ટલ ઇસ્યૂ છે

નવી દિલ્હી: વિશ્વની ટોચની અવકાશી સંસ્થા નાસા પર સંકટના વાદળો ઘેરાયા છે. હકીકતમાં, એમેઝોનના ભૂતપૂર્વ CEO તેમજ સ્પેસ કંપની બ્લૂ ઓરીજીનના વડા જેફ બેઝોસ નાસાને કોર્ટમાં ખેંચી ગયા છે. નાસાએ તાજેતરમાં એલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સને 2.9 અબજ ડૉલરમાં લુનાર લેન્ડર કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બેઝોસે આ સોદામાં રહેલી વિસંગતતા અંગે કહ્યું હતું કે, આ સોદામાં કેટલાક ફંડામેન્ટલ ઇસ્યૂ છે અને સોદો યોગ્ય રીતે પાર પાડવામાં આવ્યો નથી.

આપને જણાવી દઇએ કે નાસાએ એલોન મસ્કની કંપની સ્પેસએક્સને 2.9 અબજ ડોલરમાં અંતરિક્ષમાં જતા લોકો માટે લેન્ડિંગ સિસ્ટમ ડિઝાઇન કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બેઝોસની બ્લુ ઓરીજીન સહિતની કેટલીક કંપનીઓએ તેનો વિરોધ કરીને કોર્ટમાં અરજી કરી છે.

બેઝોસે નાસાના એડમિનિસ્ટ્રેટરને લખેલા પત્રમાં કહ્યું છે કે, આ ઑફર ભંડોળની અછતનો સામનો કરી રહેલી સ્પેસ એજન્સી માટે સ્પેસ પ્રોગ્રામને આગળ વધારવામાં મદદ કરશે. ભંડોળના અભાવે નાસાએ માત્ર એક જ કોન્ટ્રાક્ટર કંપનીનું ચયન કર્યું છે.

કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં બ્લુ ઓરિજીને કહ્યું છે કે, તેને વિશ્વાસ છે કે લેન્ડિંગ સિસ્ટમ વિકસિત કરવા માટે બે કંપનીઓની આવશ્યકતા રહેશે. ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓના ઉતરાણ માટે લેન્ડિંગ સિસ્ટમ બનાવવાની દરખાસ્ત છે જેને 2024 અગાઉ બાંધવામાં આવશે.

બ્લુ ઓરજીને આરોપ લગાવ્યો છે કે, આ સોદામાં નાસાએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. નાસાએ આ કરારમાં પ્રામાણિકતા દાખવવી જોઇએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code