1. Home
  2. ગુજરાતી
  3. ઇઝરાયલ ધીરે ધીરે થઇ રહ્યું છે કોરોનામુક્ત, હવે ત્યાં માસ્ક પહેરવું મરજીયાત
ઇઝરાયલ ધીરે ધીરે થઇ રહ્યું છે કોરોનામુક્ત, હવે ત્યાં માસ્ક પહેરવું મરજીયાત

ઇઝરાયલ ધીરે ધીરે થઇ રહ્યું છે કોરોનામુક્ત, હવે ત્યાં માસ્ક પહેરવું મરજીયાત

0
Social Share
  • ઇઝરાયલ ધીરે ધીરે કોરોના મુક્ત થઇ રહ્યું છે
  • ઇઝરાયલમાં હવે માસ્ક પહેરવાનું મરજીયાત બનાવાયું
  • સોમવારથી ઇઝરાયલમાં સ્કૂલ પણ ફરી શરૂ થશે

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ પ્રકોપ વર્તાવ્યો છે તો બીજી તરફ ઇઝરાયલ ધીરે ધીરે કોરોનામુક્ત થવા જઇ રહ્યું છે. હવે ઇઝરાયલમાં માસ્ક પહેરવાનું મરજીયાત બનાવાયું છે.

આ અંગે ઇઝરાયલના હેલ્થ મિનિસ્ટર યુલી એડલ્ટીસ્ટીને જણાવ્યું કે રવિવારથી ઇઝરાયલવાસીઓએ માસ્ક પહેરવાની કોઇ જરૂર નથી. તેઓ માસ્ક વગર ગમે ત્યાં હરી ફરી શકે છે. ઇઝરાયલના આઝાદીના અવસરે એક નિવેદન જારી કરતા મંત્રીએ જણાવ્યું કે સરકારે લોકો પરના હેલ્થ નિયમો ઉઠાવી લીધા છે, જે અનુસાર હવે માસ્ક પહેરવું મરજીયાત છે.

વિશ્વમાં ઇઝરાયલ એકમાત્ર એવો દેશ છે જ્યાં સૌથી વધુ 61 ટકા વેક્સીનેશન કરાયું છે. ઇઝરાયલના ટોચના નિષ્ણાતો અનુસાર, ઇઝરાયલે હર્ડ ઇમ્યુનિટી વિકસિત કરી લીધી છે અને આગામી દિવસોમાં વધુ પ્રતિબંધો પણ ઉઠાવી લેવામાં આવશે. સોમવારથી દેશમાં શાળાઓ પણ ફરીથી શરૂ થવા જઇ રહી છે. આ રીતે ટચૂકડા દેશ ઇઝરાયલે રસીકરણની દ્રષ્ટિએ મોટી સિદ્વિ હાંસલ કરી હોય એમ કહી શકાય.

ઇઝરાયલ ધીરે ધીરે કોરોના મુક્ત બની રહ્યું છે. અહીં કોરોનાના છેલ્લા માત્ર 91 કેસ નોંધાયા હતા. સમગ્ર ઇઝરાયલમાં કોરોનાને કારણે ફક્ત 6314 લોકોના જ મોત થયા છે. કુલ 2945 એક્ટિવ કેસ છે. જેમાંથી 209 દર્દીઓની હાલત ગંભીર છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code