1. Home
  2. ગુજરાતી
  3. ઓસ્ટ્રેલિયામાં વિકરાળ આગની આફત: 60 મકાન બળીને ખાક થયા
ઓસ્ટ્રેલિયામાં વિકરાળ આગની આફત: 60 મકાન બળીને ખાક થયા

ઓસ્ટ્રેલિયામાં વિકરાળ આગની આફત: 60 મકાન બળીને ખાક થયા

0
Social Share
  • ઓસ્ટ્રેલિયામાં વારંવાર જોવા મળી રહી છે કુદરતી આફત
  • ઓસ્ટ્રેલિયાના પશ્વિમી દરિયા કિનારાના શહેર પર્થથી ઉત્તરપૂર્વમાં લાગી ભિષણ આગ
  • લગભગ 7000 હેક્ટરની આગ 60 કિમી સુધી પ્રસરી ગઇ હતી

પર્થ: ઓસ્ટ્રેલિયામાં વારંવાર કુદરતી આફતનો કહેર જોવા મળતો હોય છે ત્યારે વધુ એક કુદરતી આફત ઓસ્ટ્રેલિયામાં જોવા મળી છે. ઓસ્ટ્રેલિયાના પશ્વિમી દરિયા કિનારાના શહેર પર્થથી ઉત્તરપૂર્વમાં લાગેલી ભિષણ આગમાં આશરે 60 મકાન બળીને ખાક થઇ ગયા હતા અને સત્તાવાળાઓને ભય હતો કે આગમાં હજુ પણ વધુ મકાનો લપેટાઇ શકે છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, લગભગ 7000 હેક્ટરની આગ 60 કિમી સુધી પ્રસરી ગઇ હતી. સોમવાર રાતથી આગની શરૂઆત થઇ હતી જે છેક વહેલી સવાર સુધી બુઝાવી શકાઇ ન હતી. આગ વુરૂલુથી શરૂ થઇને મુનડરિંગ, ચિટરિંગ, નોર્હામ અને સ્વાન શહેર સુધી પ્રસરી જતા સત્તાવાળા ચિંતિત બન્યા હતા.

સ્વાનના મેયર કેવિન બેઇલીએ કહ્યું હતું કે 30 કરતાં વધુ મકાનો આગમાં લપેટાયા હતા.’ અમે ઘરના સભ્યો તરફથી આગના સમાચારની પુષ્ટીની રાહ જોઇ રહ્યા છીએ, જો કે અમે 30 કરતાં પણ વધુ ઘરોને અસર કરી હોય એવું માની રહ્યા છીએ’ તેમણે માધ્યમોને કહ્યું હતું. આગ બુઝાવવાની કામગીરી કરતાં કરતા એક ફાયરફાઇટરને ધુમાડાની ગંભીર અસર થઇ હોવાનું તેમણે કહ્યું હતું.

તે સિવાય અન્ય કોઇ ઘાયલ થયો નહતો. પશ્ચિમી ઓસ્ટ્રેલિયા રાજ્યના ફાયર વિભાગે કહ્યું હતું કે  મંગળવાર સુધીમાં 6667 હેકટર જમીનમાં આગ પ્રસરી ગઇ હતી.વુરૂલુથી વાલિયુંગા નેશનલ પાર્ક સુધી મંગળવારે 25 કિમીના વિસ્તારમાં રહેતા લોકોને ત્યાંથી ખસી જવા તૈયાર રહેવા ચેતવણી અપાઇ હતી. ‘ તમારા ઘર સુધી આગ આવે તે પેહલાં આશ્રય શોધી લેજો.

જ્વાળાઓ તમારા સુધી આવીને સખત ગરમીમાં તમને શેકી જશે’એમ તેમણે કહ્યું હતું. છ  ફાયરફાઇટરોને હળવી ઇજા થઇ હતી અને 60 મકાનો બળી ગયા હતા. રાજ્યના  મુખ્ય મંત્રી માર્ક મેકગોવાને કહ્યું હતું કે પર્થના ઉત્તરપશ્ચિમે ગિડગેગન્ન્માં 80 ટકા ઇમારતોને નુકસાન થયું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે  આગ બુઝાવવા માટે દેશના પૂર્વિય કિનારેથી એરીયલ ટેન્કરો મોકલવામાં  આવી રહ્યા હતા.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code