જો તમે પેટની ચરબી ઘટાડવા માટે વિવિધ નુસખાઓ અજમાવીને થાકી ગયા હો, અને તેમ છતાં ચરબી ઓછી થતી ન હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને એવી એક સરળ અને અસરકારક ઘરગથ્થુ રેસીપી વિશે જણાવી રહ્યા છીએ, જે પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ખાસ મિશ્રણ માત્ર ચરબી ઓછી કરવાની સાથે પેટનું ફૂલવું ઘટાડે છે, ઊંઘની ગુણવત્તા સુધારે છે અને બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. સૌથી સારી વાત એ છે કે આ ડ્રિંક માટેની સામગ્રી તમારી રસોડામાં જ ઉપલબ્ધ હોય છે. આ નેચરલ મિશ્રણ બનાવવા માટે ધાણા, મેથી, વરિયાળી, તજ અને આદુની જરૂર પડશે.
- કેવી રીતે બનાવવું આ મિશ્રણ
એક ચમચી ધાણા અને એક ચમચી મેથીને દોઢ કપ પાણીમાં આખી રાત માટે પલાળી રાખો. સવારે આ પલાયેલું પાણી લો અને તેમાં અડધી ચમચી વરિયાળી, અડધો ઇંચ તજનો ટુકડો અને થોડું છીણેલું આદુ ઉમેરો. આ મિશ્રણને પાંચ મિનિટ સુધી ઉકાળો. તેને ગરમ-ગરમ ગાળી લો અને રાત્રિભોજન કર્યા પછી એક કલાક બાદ ધીમે ધીમે પીવો. જો તમે આ ડ્રિંકને નિયમિતપણે પીશો, તો થોડા જ દિવસોમાં પેટની ચરબી ઘટતી દેખાશે, શરીરમાં હળવાશ અનુભવાશે અને તંદુરસ્તી પણ સુધરશે.
ધાણાઃ ધાણા લીવર ડિટોક્સિફાય કરે છે અને શરીરમાં રહેલી બળતરા ઘટાડે છે. તે પાચનક્રિયાને સુધારવામાં પણ મદદરૂપ છે.
મેથીઃ મેથીના દાણા બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે, ભૂખને નિયંત્રિત કરે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટેન્સમાં સુધારો કરે છે.
વરિયાળીઃ વરિયાળી પેટનું ફૂલવું ઘટાડે છે અને આંતરડાને શાંત રાખીને પાચનમાં સુધારો કરે છે.
તજઃ તજ ઇન્સ્યુલિન સેંસિટિવિટી વધારવામાં મદદ કરે છે અને બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરે છે.
આદુઃ આદુમાં રહેલા બળતરા વિરોધી ગુણધર્મો શરીરનું થર્મોજેનેસિસ વધારતા હોય છે, જે મેટાબોલિઝ્મને તેજ બનાવી વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.


