1. Home
  2. ગુજરાતી
  3. જો બાઇડેન-કમલા હેરિસથી ભારતને કેટલો ફાયદો થઇ શકે? આ 10 વાતો છે મહત્વની
જો બાઇડેન-કમલા હેરિસથી ભારતને કેટલો ફાયદો થઇ શકે? આ 10 વાતો છે મહત્વની

જો બાઇડેન-કમલા હેરિસથી ભારતને કેટલો ફાયદો થઇ શકે? આ 10 વાતો છે મહત્વની

0
  • વિશ્વના મહાસતાની કમાન જો બાઇડેનને હાથમાં આવે તે લગભગ નક્કી
  • જો બાઇડેન કાર્યપદ્વતિમાં જૂના માર્ગે ચાલશે કે નવી રેખા ખેંચશે તે જોવું રસપ્રદ રહેશે
  • જો બાઇડેનથી ભારતને કેટલો ફાયદો થશે તે જોવું પણ અગત્યનું રહેશે

વોશિંગ્ટન: વિશ્વની મહાસતાની પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઇડેનની જીત લગભગ પાક્કી થઇ ચૂકી છે. રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન કાર્યપદ્વતિમાં જૂના રાષ્ટ્રપતિઓના માર્ગે ચાલશે કે નવી રેખા ખેંચશે તે જોવું રસપ્રદ બની રહેશે. ભારત પ્રમાણે જોઇએ તો કેટલાક એવા ક્ષેત્રો છે જ્યાં તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર્ગ પર ચાલશે અને કેટલાકમાં ફેરફાર કરી શકે છે. વર્ષ 2000 બાદથી ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા, રણનીતિક અને સુરક્ષા સંબંધોમાં મજબૂતી આવી છે. બાઇડેન રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ આ ટ્રેન્ડ યથાવત્ રહે તેવી શક્યતા છે જો કે ચીનને લઇને બાઇડેન કેમ્પમાં બે ફાડા છે, જેની અસર ભારત પર પડી શકે છે.

ચાલો બાઇડેન પ્રશાસનનું ભારત પ્રત્યે કેવું વલણ રહી શકે છે તેના મુદ્દા પર ચર્ચા કરીએ

નીતિઓ બનાવવામાં કમલા હેરિસની મહત્વની ભૂમિકા

જો બાઇડેનની સાથોસાથ કમલા હેરિસ પણ છે જે ઉપરાષ્ટ્રપતિ બનશે. તેઓ નીતિગત મામલામાં મોટી ભૂમિકા ભજવી શકે છે કારણ કે બાઇડેન ઇશારો કરી ચૂક્યા છે કે તેઓ એક કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ રહેશે. કમલા હેરિસ વર્ષ 2024 માટે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઇ શકે છે તેવામાં વિવિધ મુદ્દાઓ પર તેમનો અભિપ્રાય અને વલણ મહત્વપૂર્ણ બની રહેશે.

રક્ષા અને સુરક્ષા સંદર્ભે ભારત સાથે કેવો હશે સાથ

ભારત અને બાઇડેન પ્રશાસન વચ્ચે રણનીતિક, રક્ષા અને સુરક્ષા સંબંધ તે રીતે આગળ વધવાની સંભાવના છે જે રીતે વર્ષ 2000થી જોવા મળી રહ્યું છે.

એક જેવા વૈશ્વિક પડકારોનો કઇ રીતે સામનો કરશે

જો બાઇડેન ભારતની સાથે ઉદાર વિચાર રાખે છે. અમેરિકા અને ભારતના સંબંધો હવે સંસ્થાકીય થઇ ગયા છે. તેવામાં તેમાં ફેરફાર કરવો મુશ્કેલ બનશે. બાઇડેનના મુખ્ય રણનીતિકાર એન્થની બ્લિંકેન કહી ચૂક્યા છે કે, અમે એક જેવા વૈશ્વિક પડકારો સામે ભારતના સાથ વગર સામનો ન કરી શકીએ. ભારતની સાથે સંબંધો મજબૂત અને ગાઢ કરવા અમારી ઉચ્ચ પ્રાથમિકતા રહેવાની છે.

ઇન્ડો-પેસિફિકમાં કેવું વલણ રહેશે

બાઇડેનના કેમ્પેઇનમાં ઇન્ડો-પેસિફિકને લઇને રણનીતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. કારણ કે આ વિસ્તાર ભારતીય વિદેશ નીતિના કેન્દ્રમાં છે, તેથી તેના પર નજર રાખવી પડશે.

ચીન સાથે સંબંધોનું ભાવિ કેવું રહેશે

ટીમ બાઇડેનના ચીન સાથેના સંબંધો વિશે વાત કરીએ તો ટીમ બાઇડેનમાં ચીનને લઇને મતભેદ છે. તેની અસર ભારત-અમેરિકા અને ભારત-ચીનના સંબંધો પર પણ જોવા મળશે. બાઇડેનના કેટલાક સલાહકારોએ ચીનને લઇને ટ્રમ્પ જેવું વલણ રાખ્યું છે. અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થાને અલગ કરવી શક્ય છે, તેવામાં રાષ્ટ્રીય સુરક્ષા અને ક્રિટિકલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ફેરફાર થઇ શકે છે.

માનવાધિકાર ઉલ્લંઘન પ્રત્યે બાઇડેનનું શું સ્ટેન્ડ રહેશે

બાઇડેન તંત્ર ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘન પર નજર રાખી શકે છે. આ સિવાય હિંદુ બહુસંખ્યકવાદ, જમ્મૂ કાશ્મીર પર પણ નજર રાખવામાં આવી શકે છે.

બાઇડેનનો વેપારના મામલામાં કેવો રહેશે મૂડ

અમેરિકામાં ભલે સત્તામાં કોઇપણ હોય પરંતુ ભારત અને અમેરિકાના વ્યાપારિક સંબંધોમાં મુશ્કેલી જોવા મળશે. ઓબામાના સમય દરમિયાન પણ નવી દિલ્હી અને વોશિંગ્ટનમાં આ ક્ષેત્રને લઇને તણાવ રહેતો હતો. બાઇડેનના પ્રશાસનમાં પણ ભારતને વ્યાપારમાં કોઇ ખાસ છૂટ મળવાની નથી. આ સિવાય બાઇડેનનું મેક અમેરિકા ગ્રેઇટ અગેનનું પોતાનું પણ વર્ઝન છે.

 H-1B વિઝા મુદ્દે શું થશે?

H-1B વિઝાની જૂના સ્વરૂપમાં પરત ફરવાની શક્યતા ઓછી છે. તેનાથી ભારતીય પ્રોફેશનલ્સ પર અસર પડી શકે છે. જો કે મહામારીને કારણે રિમોટ વર્કિંગને જે રીતે પ્રોત્સાહન મળ્યું છે તેનાથી તે અસર થોડા ઘણે અંશે ઓછી થવાની સંભાવના છે.

પેરિસ સમજૂતી

પેરિસ સમજૂતી વિશે વાત કરીએ તો બાઇડેન અચૂકપણે અમેરિકાને પરત પેરિસ જલવાયુ સમજુતીનો ભાગ બનાવશે. પરંતુ ભારત કોલસાના ઉપયોગને લઇને બાઇડનની સામે ઘેરાઇ શકે છે.

અફઘાનિસ્તાનમાં શું રહેશે સ્થિતિ?

અફઘાનિસ્તાન પ્રત્યે બાઇડેનના વલણને જોઇએ તો બાઇડેને પ્રસ્તાવ આપ્યો હતો કે અમેરિકા તરફથી અફઘાનિસ્તાનમાં માત્ર કાઉન્ટર-ટેરરિઝમ માટે સેના રહે. તેવામાં ટ્રમ્પે સૈનિકોને પરત બોલાવવાનો જે આદેશ આપ્યો હતો, તેના પરત આવવાની સંભાવના ઓછી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code