
- ઇરાકના સલામત ગ્રીન ઝોન પર ફરી હુમલો
- બે રોકેટ છોડવામાં આવ્યા
- સદનસીબે કોઇ જાનહાનિ નહીં
નવી દિલ્હી: ઇરાકના સલામત ગ્રીન ઝોન પર ફરી એકવાર હુમલો થયો છે. ઇરાકની રાજધાની બગદાદના સુરક્ષિત મનાતા એવા ગ્રીન ઝોનમાં બે રોકેટ છોડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં જ યુએસ એમ્બેસી સહિત તમામ સરકારી ઇમરાતો પણ આવેલી હોવાથી ગ્રીન ઝોનને લક્ષિત કરવું એ મોટો ખતરો કહેવાય. બે રોકેટમાંથી એખને સી-રેમ ડિફેન્સ સિસ્ટમથી નષ્ટ કરવામાં આવ્યું હતું.
જો કે આ રોકેટ હુમલામાં સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી. સુરક્ષા દળોએ રોકેટના પ્રક્ષેપણ સ્થળને શોધવા માટે કવાયત હાથ ધરી છે. ગ્રીન ઝોન યુએસ એમ્બેસી તેમજ સરકારી ઇમારતો સહિત વિદેશી દૂતાવાસોનું આયોજન કરે છે. ઇરાન સમર્થિત જૂથો દ્વારા આ રોકેટ છોડાયું હોવાની આશંકા અમેરિકા અને ઇરાકી અધિકારીએ વ્યક્ત કરી છે.
આપને જણાવી દઇએ કે, અગાઉ જુલાઇ માસ દરમિયાન અમેરિકી દૂતાવાસ પર ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા. સેનાએ આ હુમલાની જાણકારી આપી હતી. ઇરાક ઉપરાંત સીરિયામાં અમેરિકન ઠેકાણાઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ હુમલાઓ આતંકવાદી અને મિલિશિયાના લક્ષ્યો પર યુએસ હવાઇ હુમલાના પ્રતિભાવ તરીકે કરવામાં આવે છે. માર્ચમાં, ઇરાકના એક લશ્કરી એરપોર્ટ પર 10 રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા જ્યાં યુએસની આગેવાની હેઠળ ગઠબંધન દળો હાજર છે.
મહત્વનું છે કે, સવારે 7.20 વાગ્યે અન્બર પ્રાંતના આઈન અલ-અસદ લશ્કરી એરપોર્ટ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈરાકી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી અને સુરક્ષા દળોએ મિસાઈલો માટે ઉપયોગમાં લેવાતા લોન્ચ પેડને શોધી કાઢ્યું છે.