1. Home
  2. ગુજરાતી
  3. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે દુબઇ કેફેમાં ઓર્ડર ડિલિવર કરવા માટે રોબોટ્સનો ઉપયોગ
સોશિયલ ડિસ્ટન્સિંગ માટે દુબઇ કેફેમાં ઓર્ડર ડિલિવર કરવા માટે રોબોટ્સનો ઉપયોગ

સોશિયલ ડિસ્ટન્સિંગ માટે દુબઇ કેફેમાં ઓર્ડર ડિલિવર કરવા માટે રોબોટ્સનો ઉપયોગ

0
Social Share
  • દુબઇમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કેફેમાં નવતર પ્રયોગ
  • અહીંયા ઓર્ડરની ડિલિવર કરવા માટે કરાયે છે રોબોટ્સનો ઉપયોગ
  • આ કેફેમાં જર્મન-મેડ રોબોટ્સ સાથે તેમના ઓર્ડર પ્લેસ કરી શકે છે

દુબઇ: દુબઇમાં એક કેફમાં કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે એક ગજબનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દુબઇના રોબોકેફેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે, રોબોટ્સે માણસોની જગ્યા લઇ લીધી છે. આ કેફેમાં જર્મન-મેડ રોબોટ્સ સાથે તેમના ઓર્ડર પ્લેસ કરી શકે છે, જે બાદ રોબોર્ટ્સ ઓર્ડર તૈયાર કરીને સીધા તેમના ટેબલ પર પહોંચાડે છે. એક ગ્રાહકે જણાવ્યું કે આ એક સારો વિચાર છે. રેસ્ટોરન્ટમાં ફેરબદલ ઓછી છે, તેથી હું અપેક્ષા રાખું છું કે આ વિચાર લોકપ્રિય થશે. તમે ઓનલાઇન ઓર્ડર કરો છો અને રોબોટ તમારી સાથે કામ કરશે.

આપને જણાવી દઇએ કે રોબો કેફે બે વર્ષ કરતાં વધુ સમયથી કાર્યરત છે, પરંતુ કોરોના મહામારીને કારણે તેની શરૂઆત માર્ચ 2020થી મોડી થઇ હતી. અંતે સંયુક્ત આરબ અમિરાતમાં છૂટ અપાયા બાદ આ કેફે જૂનમાં ખુલ્યું હતું.

દુબઇની સરકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પહેલના સમર્થનથી દુબઇનું રોબોકેફે બનાવવામાં આવ્યું હતું. અહીં માણસને ફક્ત ત્યારે જ બોલાવવામાં આવે છે, જ્યારે અવરોધો હોય અથવા કંઇક સેનેટાઇઝ કરવાનું હોય.

કેવી રીતે અપાય છે ઓર્ડર

અહીંયા ગ્રાહકને ઓર્ડર આપવો હોય તો તે ટચ સ્ક્રીનથી ઓર્ડર આપી શકે છે. ઓર્ડર આપ્યા બાદ દરેક વસ્તુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિર્ભર કરે છે. રોબોટ નાના સર્વિસ બોટ દ્વારા ટેબલ પર ગ્રાહક સુધી ફૂડ પહોંચાડે છે.

આ રોબોટ્સની ખાસિયત એ છે કે તે ડ્રિંક્સ પણ બનાવે છે, જ્યારે સંપૂર્ણ સ્વાયત ડિલિવરી બોટ્સ યુએઇમાં ડિઝાઇન કરીને બનાવવામાં આવે છે.

નોંધનીય છે કે જ્યારે કોરોના મહામારી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું મહત્વ વધુ છે ત્યારે આ પ્રકારના પ્રયોગ એ ખરા અર્થમાં સંક્રમણને ઓછું અને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code