1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ “અભયમ” મહિલા હેલ્પલાઇને 9 વર્ષમાં 14 લાખ મહિલાઓને મદદ પહોંચાડી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ “અભયમ” મહિલા હેલ્પલાઇને 9 વર્ષમાં 14 લાખ મહિલાઓને મદદ પહોંચાડી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ “અભયમ” મહિલા હેલ્પલાઇને 9 વર્ષમાં 14 લાખ મહિલાઓને મદદ પહોંચાડી

0
Social Share

અમદાવાદઃ મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન”ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “181 અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી. સમગ્ર દેશમાં ગુજરાત આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. જેમાં 181 મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ 59 રેસ્ક્યુવાનનો કાફલો 24X7 મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે.

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે “સેફ સિટી” પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા અને આર્થિક-કેપિટલ એવા અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુવાનની સેવા મળી રહે તે હેતુથી નવી કુલ-12 અભયમ રેસ્ક્યુવાનને 181 અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ તા:05/03/2023 નાં રોજ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. આમ, સમગ્ર દેશમાં ગુજરાત આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. જેમાં 181 મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ 59 રેસ્ક્યુવાનનો કાફલો 24X7 મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે.
 
Smart 181 અભયમ મહિલા હેલ્પલાઈન Paperless CAD સિસ્ટમનું લોકાર્પણ 06 માર્ચ 2024 ના રોજ કરવામાં આવેલ છે જેના થકી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની 181 અભયમ મહિલા હેલ્પલાઈનના રિસ્પોન્સ સેન્ટરના અદ્યતન CAD સિસ્ટમના માળખા સાથે અભયમ રેસક્યું વાનને જોડીને Paperless CAD system સાથેની કાર્યપ્રણાલી સહિત ડિજિટલ દસ્તાવેજોની સાચવણીકરવાની ટેક્નોલૉજીસભર પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યુ છે.સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટીગ્રેટેડ 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

માત્ર 09 વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ 13,99,761 થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને 181એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલરે જઇને 2,81,767 જેટલા મહિલાને મદદ પુરી પાડી છે. 1,77,421 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. 

181 હેલ્પલાઇનની વિશેષતા

• મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
• 108 ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી 24 કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.
• પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
• મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
• મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.

કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
 
• મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
• શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
• લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
• જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
• કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
• માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
• આર્થીક  ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code