1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા GPSCની પ્રિલિમ પાસ વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુની તાલીમ અપાશે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા GPSCની પ્રિલિમ પાસ વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુની તાલીમ અપાશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા GPSCની પ્રિલિમ પાસ વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુની તાલીમ અપાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ પદ પર પસંદગી પામે તે હેતુસર ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જીટીયુ સંચાલિત સેન્ટર ફોર કરિયર કાઉન્સિલિંગ એન્ડ એડવાન્સમેન્ટ દ્વારા તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવાયેલી પ્રિલિમ્સ પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ માટે તારીખ 3થી 8 જુલાઈ દરમિયાન ઈન્ટરવ્યુ માટેની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે જીટીયુના કુલપતિ પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ સકારાત્મક પરિણામ મેળવે તે અર્થે જીટીયુ દ્વારા આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનાથી વિદ્યાર્થીઓને બોહળા પ્રમાણમાં લાભ મળશે. જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેરે પરીક્ષા માટે દરેક લાયક ઉમેદવાર વિદ્યાર્થીઓને આ તકનો સવિશેષ લાભ લેવા માટે જણાવ્યું છે. એક  સપ્તાહના આ ટ્રેનિંગ વર્ગોમાં જોડવવા માટે 25 જૂન સુધી પ્રિલિમ્સ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ GTU ITAPની https://www.gtuplacement.edu.in/Circular.aspx વેબસાઈટ પર રજીસ્ટ્રેશઝન કરી શકશે. ટ્રેનિંગ દરમિયાન અભ્યાસક્રમ આધારીત વિવિધ વિષયના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત પરીક્ષા સંબંધિત તમામ પ્રકારની સૂચના અને કેવી રીતે સમયમર્યાદામાં પેપર પૂર્ણ કરવા જેવી બાબતોથી અવગત કરાવવામાં આવશે. ​​​​​​​આગામી સમયમાં સરકારના અન્ય વિભાગોની ભરતી અર્થે પણ જીટીયુ દ્વારા વિવિધ ટ્રેનિંગનું આયોજન સમયાંતરે કરવામાં આવશે. જીટીયુના કુલપતિ અને કુલસચિવે ટ્રેનિંગના સફળ આયોજન બદલ સીસીસીએના ડાયરેક્ટર ડૉ. કેયુર દરજી અને પ્રો. મૃદુલ શેઠને શુભકામના પાઠવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code