બેંગ્લોરઃ IPL-T20 ક્રિકેટમાં, હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે, સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રને હરાવ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ઇશાન કિશને 47 બોલમાં 106 રન અને ટ્રાવીસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા હતા. જ્યારે રાજસ્થાન રોયલના સંજુ સેમસને 37 બોલમાં 66 અને ધ્રુવ જુરેલે 35 બોલમાં 70 રન કર્યા હતા.
ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી છે.
છેલ્લા મળતાં અહેવાલો પ્રમાણે મુંબઇ ઇન્ડિયન્સે 4.2 ઓવરમાં 2 વિકેટે 36 રન કર્યા છે.

