Site icon Revoi.in

શું કોલેસ્ટ્રોલ વધી ગયું છે? તો ખાવાની આ વસ્તુઓથી દૂરી બનાવો નહિ તો હાર્ટ અટેકનો રહશે ડર

Social Share

વધારે પડતાં જંક ફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી ફક્ત જાડાપણું નથી વધતું પરતું કોલેસ્ટ્રોલ પણ વધે છે. આ સમયમાં ખરાબ જીવનશૈલીના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આના પાછળનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન છે. જ્યારે લોકો વધારે પ્રમાણમાં ફેટ વાળા જંક ફૂડ, ડ્રિંક અને જમવામાં વધારે માત્રામાં મીઠું(નમક) ઇત્યાદિ વસ્તુઓનું સેવન કરે છે ત્યારે એમનામાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે અને આગળ જતાં તેનું ભયંકર પરિણામ આવે છે. જોઈએ એના અમુક ઉદાહરણો..

નસોમાં લોહી જમા થઈ જાય છે: બેડ કોલેસ્ટ્રોલ વધવાથી નસોમાં લોહી જમા થવાનું ચાલુ થઈ જાય છે. જેનાથી નસો બ્લોક થઈ જાય છે અને ઓકસીજનની માત્રા ઘટી જાય છે. જેનાથી હાર્ટ અટૈકની સમસ્યા ઉદભવી શકે છે. જે મનુષ્યના શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

રેડ મીટ: કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા હોય તો રેડ મીટ ખાવાનું ટાળવું જોઈએ. રેડ મીટથી કોલેસ્ટ્રોલ ખૂબ વધી જાય છે. રેડ મીટમાં ચરબીયુક્ત ફેટ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ વધારે છે.

આઇસક્રીમ: જો તમે આઇસક્રીમ ખાઓ છો તો ચેતી જજો કેમ કે USDA ના રિપોર્ટ પ્રમાણે ૧૦૦ ગ્રામ વેનીલા આઇસક્રીમમાં ૪૧ મી ગ્રામ કોલેસ્ટ્રોલ મળી જાય છે, જે શરીર માટે ખતરનાક છે.

માખણ: એક રિસર્ચ અનુસાર માખણ શરીરમાં જઈને જમા થઈ જાય છે. જેનાથી શરીરની નસો બ્લોક થઈ જાય છે જે હાર્ટ અટૈક માટે જવાબદાર હોય છે.

બિસ્કિટ: વધારે પડતાં લોકો ચા – બિસ્કિટ ખાવાનું પસંદ કરે છે જે બેડ કોલેસ્ટ્રોલને વધારે છે અને જીવનું જોખમ વધે છે. ઓસ્ટ્રેલિયાની ગવર્નમેન્ટ હેલ્થ વેબસાઇટ અનુસાર બિસ્કિટએ પ્રોસેસ્ડ ફૂડ કહેવાય, જેમાં ફેટ વધારે માત્રામાં જોવા મળે છે જે શરીર માટે જોખમકારક છે.

ભજીયા અને ફ્રાઈડ ચિકન: આ એ ડીપ ફ્રાઈડ વસ્તુ કહેવાય અને આમાં વિચિત્ર પ્રકારનું ફેટ જોવા મળે છે જે ટ્રાન્સ ફેટ્સ કહેવાય છે. આનાથી બેડ કોલેસ્ટ્રોલ વધી શકે છે.

પિઝા, બર્ગર અને પાસ્તા: જંક ફૂડમાં પિઝા, બર્ગર અને પાસ્તામાં માખણ, ક્રીમ, પનીર, અને ઇત્યાદિ વસ્તુઓ જોવા મળે છે. જે નસોમાં કોલેસ્ટ્રોલ વધારે છે.

#CholesterolHealth#HealthyEating#JunkFoodImpact#HeartHealth#DietTips#CholesterolControl#HealthyLifestyle#FoodAndHealth#ReduceCholesterol#NutritionAdvice#EatHealthy#HeartDiseasePrevention#FoodChoices#HealthyDiet#FoodImpact#HealthyHabits#WellnessJourney#NutritionMatters#CholesterolManagement#AvoidJunkFood