
બાંગ્લાદેશ સામે ઈશાન કિશને બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ, માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની અંતિમ વન-ડેમાં ઈશાન કિશનએ ઈતિહાસ રચ્યો છે. વન-ડે ક્રિકેટમાં બેવડી સદી લગાવનારો ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. ઈશાન કિશને માત્ર 126 બોલમાં 200 રન બનાવ્યાં હતા. આ દરમિયાન બેટથી 23 ચોક્કા અને 9 સિક્સર ફટકાર્યાં હતા. આ બેવડી સદીની સાથે ઈશાન કિશનને અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યાં છે.
ટીમ ઈન્ડિયાના મહાન ક્રિકેટર મનાતા સચિન તેંદુલકર, વિરેન્દ્ર સહેવાગ અને રોહિત શર્માએ 200થી વધારે રન વન-ડે ક્રિકેટ મેચમાં કર્યાં હતા. જો કે, ઈશાને આ સિદ્ધિ માત્ર 126 રનમાં હાંસલ કરી હતી. ઈશાને 131 બોલમાં 210 રન બનાવ્યાં હતા. અગાઉ વેસ્ટઈન્ડિઝના વિસ્ફોટક બેસ્ટમેન ક્રિસ ગેલએ 138 રનમાં બેવડી સદી ફટકારી હતી.
ઈશાન કિશને 210 રન વન-ડે મેચમાં છઠ્ઠા સર્વોચ્ચ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. અગાઉ રોહિત શર્માએ 264, મોર્ટિન ગપ્ટિલએ 237 અણનમ, વિરેન્દ્ર સહેવાગે 219, ક્રિસ ગેલએ 215 રન બનાવ્યાં હતા. ઈશાન કિશન હવે બાંગ્લાદેશ સામે વન-ડે મેચમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેસ્ટમેન બન્યો છે. અગાઉ બાંગ્લાદેશ સામે સૌથી વધારે રન વિરેન્દ્ર સહેવાગ (175)એ બનાવ્યાં હતા. આ ઉપરાંત સૌથી ઝડપથી 150 રન બનાવનાર ઈશાન કિશન ખેલાડી બન્યાં છે. આ ઉપરાંત બાંગ્લાદેશ સામે વન-ડેમાં સૌથી વધારે સિક્સર ફટકાર ઈશાન કિશન ભારતીય ખેલાડી બન્યો છે. બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા અગાઉ બે વન-ડે રમી હતી. આ બંને મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો.