ઇઝરાયલી હવાઈ હુમલાઓમાં ગાઝા શહેરની છેલ્લી હોસ્પિટલ – અલ હિલાલ બાપ્ટિસ્ટ હોસ્પિટલનો એક ભાગ નાશ પામ્યો છે. ઇઝરાયલ સંરક્ષણ દળોએ જણાવ્યું કે, હોસ્પિટલ પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તેની અંદર હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર હતું. ગાઝાની સિવિલ ઇમરજન્સી સર્વિસના જણાવ્યા મુજબ આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
દરમિયાન હમાસે દાવો કર્યો છે કે ઇઝરાયલી હુમલામાં ગાઝાની મુખ્ય મેડિકલ ફૅસિલિટીના ઇન્સેન્ટિવ કૅર તથા સર્જરી ડિપાર્ટમેન્ટને નષ્ટ કરી દેવાયું છે. ઑનલાઇન પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં મિસાઇલ હુમલા બાદ ગાઝા પટ્ટીના અલ-અહલી બાપટિસ્ટ હૉસ્પિટલથી મોટી જ્વાળાઓ અને ઘુમાડો નીકળતાં જોઈ શકાય છે. વીડિયોમાં કેટલાક દર્દીઓ સહિતના લોકો ઘટનાસ્થળેથી નાસભાગ કરતા નજરે પડે છે. હમાસે આ હુમલાને ‘ભયાનક અપરાધ’ ગણાવ્યો છે. એક સ્થાનિક પત્રકારના જણાવ્યા પ્રમાણે ઇઝરાયલી સેનાએ એક ડૉક્ટરને ફોન કર્યો હતો અને હૉસ્પિટલ ખાલી કરવાની ચેતવણી આપી હતી. નાગરિક આપાતકાલીન સેવા અનુસાર આ હુમલામાં કોઈ હતાહત થવાની સૂચના નથી.