Site icon Revoi.in

ISSF વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપઃ ભારતે ત્રણ સુવર્ણ સાથે કુલ 11 ચંદ્રકો જીત્યા

Social Share

નવી દિલ્હીઃ આઈએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિનશિપમાં ભારતે કુલ 11 મેડલ જીત્યાં છે. જેમાં 3 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. જ્યારે ચીને 14 મેડલ જીત્યાં છે.

ઇજિપ્તના કૈરોમાં ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ વધુ એક રજત ચંદ્રક ભારતે પોતાના નામે કર્યો.એર પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયન સમ્રાટ રાણા – ડિફેન્ડિંગ ચેમ્પિયન એશા સિંહ અને ઓલિમ્પિયન ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે અનુક્રમે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ અને પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગ ઇવેન્ટ્સમાં રજત ચંદ્રક મેડલ જીત્યા હતા.આ બે મેડલ સાથે ISSF વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતએ ત્રણ સુવર્ણ, પાંચ રજત અને ત્રણ કાંસ્ય સાથે કુલ 11 ચંદ્રકો જીત્યા છે ફક્ત ચીને 14 મેડલ સાથે વધુ મેડલ જીત્યા છે.