હેલ્થ માટે ગુણકારી છે કાચા શિંગદાણા, રાત્રે પાણીમાં પલાળીને દરરોજ સવારે કરો તેનું સેવન
- મગફળીના દાણા સ્વાસ્થ્ય માટે ગુણકારી
- રાતે પાણીમાં મગફળીને પલાળીને સવારે તેનું સેવન કરવું
- પલાળેલી મગફળીથી આરોગ્યને નુકશાન થતું નથી
કાચા શીંગદાણા કે પછી મગફળી જેનો આપણે ખાવામાં ઘણી રીતે ઉપયોગ કરીએ છીએ, શાકમાં ગ્રેવી બનાવાથી લઈને નાસ્તામાં તેને શેકીને ખાવા પમ આપણે ઉપયોગ કરતા હોઈએ છે, પણ શું તમે જાણો છો આ મગફળીનું સેવન આપણા માટે ખૂબજ ગુણકારી છે, જો મગફળીને યોગ્ય રીતે ખાવામાં આવે તો તેના સેવનથી આરોગ્યને ઘણો ફાયદો પહોંચે છે.
અનેક નિષ્ણાંતોના મતે મગફળીને પાણીમાં પલાળ્યા બાદ સવારે ભૂખ્યા પેટે તેનું સેવ કરવામાં આવે તો કેટલીક સ્વાસ્થ્ય લક્ષી બિમારીઓને તે નાશ કરવાની ક્ષમતા ધરાવે છે,તમે મગફળીને રાત્રે પલાળી રાખો અને સવારે તેને ખાશો તો તમને ઘણો ફાયદો થાય છે કારણ કે તેમાં અનેક ખનીજ તત્વો સમાયેલા હોય છે, તેમાં રહેલા તત્વો એબ્જૉર્પશન અને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ મદદરુપ થાય છે.
જ્યારે તમને શરદી અને ખાંસીની સમસ્યામાં થા હોય ત્યારે પણ મગફળીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. મગફળીમાં વિટામિન સી ની માત્રા હોય છે, જે શરદીને મટાડે છે.
મગફળીમાં રહેલા મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટથી આરોગ્યમાં હ્દયલક્ષી તકલીફમાં રાહત આપવાનું કાર્ય કરપે છે,પલાળેલી મગફળી ખાવાથી હૃદયની બીમારી અને સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે.નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે મગફળીમાં કાર્ડિયોપ્રોટેક્ટીવ ગુણો જોવા અને ટ્રિપ્ટોફેન સમાયેલા હોય છે, જે આપણાને તણાવની સ્થિતિમાંથી બહાર લાવવામાં ફાયદો કરાવે છે
આ સહીત જે લોકોને વજન વધવાની સમસ્યા હોય તેમણે પલાળેલી મગફળીનું સેવન કરવું જોઈએ જેનાથી વેઈટ વધતો નથી કારણ કે તેનાથઈ પેટ ભરેલું રહે છે જેથી ઘણા સમય સુધી ભૂખનો એહસાસ થતો નથી છેવટે વેઈટ લોસ કરવામાં મોટી મદદ મળી રહે છે.