આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, જાણો આપણા દેશમાં ક્યારે જોવા મળશે ?
- આજે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ જોવા મળશે
- આમ વર્ષનું આ બીજુ ગ્રહણ
ભારત વિવિધતાથી ભરેલો દેશમાં ભારતની સંસ્કૃતિ માત્ર ભારતમાં જ નહી વિદેશોમાં પણ વખાણાય છે અને ઘણી જગ્યાએ ફોલો પણ કરાય છે ભારત વિજ્ઞાનની સાથે સાથે ભક્તિ અને આસ્થામાં માનતો દેશ છે,દરેક બાબદને વિજ્ઞાન સાથે જોડેલી છે તો કેટલીક બાબત ઘર્મ સાથે પણ જોડેલી છે તેમાનું એક છે ચંદ્રગ્રહણ,હિન્દુ ધર્મમાં આ ખગોળીય ઘટનાનું ઘણું ધાર્મિક મહત્વ છે.
આમ તો જ્યોતિષ શાસ્ત્રનું જો માનીએ તો આ ચંદ્રગ્રહણને અશુભ ક્રિયા માનવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે તેનું નિહાળવું હાનિકારક ગણાય છે.આજે પણ આ ચંદ્રગ્રહણ થવાનું છે. આ પ્રકારનું ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીના બાહ્ય પડછાયામાંથી પસાર થાય છે, જેને પેનમ્બ્રા કહેવામાં આવે છે. આ કારણે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય એક સીધી રેખામાં દેખાતા નથી. પૃથ્વી સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે, જેના કારણે ચંદ્ર પર કાળો પડછાયો પડે છે.જેને અશુભ માનવામાં આવે છે.
ક્યારે દેખાશે જાણો
ચંદ્રગ્રહણ 5 મેના રોજ રાત્રે 8:44 મિનિટથી શરૂ થશે, જે બપોરે 1:00 વાગ્યા સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ સવારે 8:44:11 થી દેખાવાનું શરૂ થશે. ચંદ્રગ્રહણનો પરમગ્રાસ લગભગ 10.52 મિનિટનો હશે. આ ચંદ્રગ્રહણ પૃથ્વીના ઘણા ભાગોમાંથી જોઈ શકાશે.
આ ચંદ્રગ્રહણ એશિયા, યુરોપ, આફ્રિકા, હિંદ મહાસાગર, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરમાંથી દેખાશે. આ ચંદ્રગ્રહણ ભારતમાંથી જોઈ શકાશે. ભારતમાંથી આ ચંદ્રગ્રહણ જોવું મુશ્કેલ હશે, પરંતુ આ ગ્રહણ સવારે 8.44 વાગ્યાથી દેખાવાનું શરૂ થશે.
ચંદ્ર ગ્રહણ વિશેની માન્યતાઓ
ચંદ્રગ્રહણને લઈને ઘણી ધાર્મિક માન્યતા છે. એવું માનવામાં આવે છે કે સુતક કાલ ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા શરૂ થાય છે. આ સમય અશુભ માનવામાં આવે છે અને લોકોને આ સમયગાળા દરમિયાન કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.