1. Home
  2. ગુજરાતી
  3. ચંદન સહિત તેનું ઓઇલ પણ ઘણી રીતે ઉપયોગી ,જાણો તેના ફાયદાઓ
ચંદન સહિત તેનું ઓઇલ પણ ઘણી રીતે ઉપયોગી ,જાણો તેના ફાયદાઓ

ચંદન સહિત તેનું ઓઇલ પણ ઘણી રીતે ઉપયોગી ,જાણો તેના ફાયદાઓ

0
Social Share

 

ચંદનનું લાકડું આપણે ખૂબ જ રીતે ઉપયોગમાં લઈએ છીએ ત્વચાથી લઈને તેના ઘણા ફાયદાઓ હોય છે જો કે આજે વાત કરીશું ચંદનના તેલની જે તેની લાકડીની જેમ જ ઉપયોગી અને ગુણકારી છે.ત્વચા પર તેનો ઉપયોગ ફાયદો કરાવે છે.આયુર્વેદ ઉપરાંત તેનો ઉપયોગ એરોમાથેરાપી માટે પણ થાય છે. 

ચંદનના આવશ્યક તેલનો ઉપયોગ રૂમ ફ્રેશનર અને પરફ્યુમ તરીકે પણ થાય છે. જે વૃક્ષમાંથી તે કાઢવામાં આવે છે તે વિશ્વના સૌથી મોંઘા વૃક્ષોમાંનું એક માનવામાં આવે છે. ચંદનના તેલમાં બળતરા વિરોધી, ચિંતા, ત્વચા કેન્સર, બેક્ટેરિયલ ચેપ વિરોધી ગુણો છે જેથી આ સમસ્યાઓમ વગેરેમાં ખૂબ ફાયદાકારક છે. 

ચંદનના તેલમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે ત્વચા પર કોઈપણ પ્રકારની સોજો, બળતરા વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ સીધી ત્વચા પર કરી શકો છો.આ સાથે જ ચંદનના તેલનો ઉપયોગ ચિંતા અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તે તમારા મનને શાંત કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તમે તેનો ઉપયોગ એરોમાથેરાપીની જેમ કરી શકો છો.

ચંદનમાં કેટલાક ઘટકો હોય છે જે ત્વચાના કેન્સરના કોષો સામે લડવામાં મદદ કરે છે. તે ત્વચાના કોષોને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે, જેના કારણે ત્વચાની રચના પણ સારી રહે છે.સાથએ જ ચંદનના તેલમાં હાઈપોટેન્સિવ એજન્ટ હોય છે જે સિસ્ટોલિક બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. જેના કારણે તે હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપવામાં પણ મદદ કરી શકે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code