Site icon Revoi.in

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની જગદીશભાઈ વિશ્વકર્માએ મુલાકાત લીધી

Social Share

અમદાવાદઃ ગુજરાતના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. તેમણે પુસ્તકોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈને વિવિધ પુસ્તકો વિશે માહિતી મેળવી હતી. ખાસ કરીને તેમણે નેશનલ બુક ટ્રસ્ટના સ્ટોલની મુલાકાત લઈને પુસ્તકો પણ ખરીદ્યા હતા. આ સાથે જ તેમણે બુક ફેસ્ટિવલમાં આયોજિત કરાયેલ વિવિધ મંચોની મુલાકાત લઈને માહિતી મેળવી હતી અને પોતાના જરૂરી સૂચનો જણાવ્યા હતા.

નેશનલ બુક ટ્રસ્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ મુલાકાત દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ પ્રજાપતિ, શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ સહિતના મ્યુનિસિપલ અધિકારીઓ તેમજ નેશનલ બુક ટ્રસ્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.