અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ ઓવરબ્રિજની મરામતની કામગીરી ચાલી રહી છે, દરમિયાન તાપી નદી પરના જહાંગીરપુરા- ડભોલી બ્રિજની મરામતની કામગીરી હાથ ધરવાની હોવાથી આવતી કાલે 11મી ફેબ્રુઆરીથી બ્રિજ 78 દિવસ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. આ બ્રિજનો ઉપયોગ કરનારા વાહન ચાલકોએ હવે અન્ય વૈકલ્પીક રૂટનો ઉપયોગ કરવો પડશે.
સુરત મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં તાપી નદી ૫૨ ડભોલી અને જહાંગીરપુરાને જોડતો રીવરબ્રીજ આવેલો છે આ પહેલા આ બ્રિજમાં નાના નાના અનેક રીપેરીંગ કરવામા આવ્યા હતા. પરંતુ બ્રિજના હેલ્થ રિપોર્ટમાં આ બ્રિજને વધુ રીપેરીંગની જરૂરીયાત હોવાનો ઉલ્લેખ કરાયો છે. જેના કારણે રીવર બ્રીજના બંને તરફના વેરીંગ કોટને રીપેરીંગ કરવા માટે આોજન કરાયું છે. આ રીપેરીંગની કામગીરી આવતીકાલ 11 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે જે સતત 78 દિવસ એટલે કે 30 એપ્રિલ સુધી ચાલશે. બ્રિજના બન્ને ભાગમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે તેથી મ્યુનિ.તંત્રએ આ બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે મ્યુનિએ વૈકલ્પીક રૂટ પણ જાહેર કર્યા છે. તેનો વાહન ચાલકોએ અમલ કરવાનો રહેશે.
સુરત મ્યુનિ.કોર્પોરેશને જારી કરેલી નોટિસમાં જણાવ્યું છે કે, તાપી નદી પરના જહાંગીરપુરા- ડભોલી બ્રિજની મરામતની કામગીરી તા.11/02/2026 થી તા.30/04/2026 સુધીનાં સમયગાળામાં કરવામાં આવશે. વધુમાં, કામગીરી વહેલી પૂર્ણ થશે તો બીજી જાહેરાત વિના સદર બ્રીજ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. આ જાહેરનામાનાં ભંગ બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હોવાથી વૈકલ્પિક માર્ગેનો ઉપયોગ કરવા જણાવાયુ છે. જેમાં રાંદેર/અડાજણ તરફથી ડભોલી તરફ જવા માટે રામનગર ચાર રસ્તાથી જમણી તરફ વિયર કમ કોઝવે થઈ ર્બડ ચોકથી ડાબી તરફ વાયા ડી-માર્ટ કોઝવે લીંક રોડથી ડભોલી જઈ શકાશે. તેમજ અડાજણ/તાડવાડી રોડથી વિજય સેલ્સની સામે ગોરાટ હનુમાન રોડથી ડાબી તરફ રાંદેર રોડ થઈ વિયર કમ કોઝવે થઈર્બડ ચોકથી ડાબી તરફ વાયા ડી-માર્ટ કોઝવે લીંક રોડ થી ડભોલી જઈ શકાશે.

