ફિલ્મ આદીપુરુષનું ‘જય શ્રી રામ રાજા રામ’ સોંગ, 24 કલાકમાં જ સૌથી વધુ વખત જોવાયો વીડિયો
- આદિપુરુષનું સોંગ મચાવી રહ્યું છે ઘૂમ
- જય શ્રી રામ રાજા રામ સોંગનો વીડિયો 24 કલાકમાં સૌથી વધુ જોવાયો
મુંબઈઃ વિતેલા દિવસને શુક્રવારના રોજ મોસ્ટ એવોઈટેડ ફઇલ્મ આદિપુરુષનું એક સોંગ રિલીઝ કરવામાં આવ્યું હતું આ સોંગ હતું ‘જય શ્રી રામ રાજા રામ ત્યારે હવે રામભક્તોએ આ વીડિયોને 24 કલાકમાં સૌથી વધુ વખત જોયો છે અને રેકોર્ડ બનાવ્યો છે એટલે કે આ સોંગ ઘીમ મચાવી રહ્યું છે.
ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન ભગવાન રામ, માતા સીતા અને રાવણની ભૂમિકામાં છે. ફિલ્મનું નવું ગીત ‘જય શ્રી રામ રાજા રામ’ રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી ગયું છે.
જો આ સોંગની વાત કરીએ તો તે અજય-અતુલે કમ્પોઝ કર્યું છે. ગીતમાં પ્રભાસ રામના અવતારમાં જોવા મળી રહ્યો છે. ગીતના બોલ મનોજ મુન્તાશીરે લખ્યા છે. આ ગીત જીવંત ઓર્કેસ્ટ્રા સાથે રજૂ કરવામાં આવ્યું હતું. હવે આ વીડિયો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જોવાયેલો વીડિયો બની ચૂક્યો છે.
આ વીડિયો રિલીઝ કરતા વખતે ન્ચ અજય-અતુલે કહ્યું કે જ્યારે તેઓ ગીત લૉન્ચ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક જાદુઈ શક્તિનો અનુભવ થયો. હવે આ ગીત છેલ્લા 24 કલાકમાં યુટ્યુબ પર સૌથી વધુ વખત જોવામાં આવ્યું છે.
જો આ સોંગના વ્યૂઝના આંકડાઓ વિશે વાત કરવામાં આવે તો આંકડા અનુસાર, આદિપુરુષને 2,62,91,237 વ્યૂઝ અને 4,84,186 લાઈક્સ મળ્યા છે,જે એક રેકોર્ડ છે.