ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશની મોસમ, 30 મે સુધી રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ વિદ્યાર્થીઓ કરી શકશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશની મોસમનો પ્રારંભ થયો છે. જેમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓના માત્ર રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ હજુ જાહેર કરાયું નથી. પરંતુ સારા પરિણાની અપેક્ષાએ ઘમા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરાવ્યા છે. તા.24મીથી ફીલિંગ પણ થઈ શકશે જેથી વિદ્યાર્થીઓ કોલેજ પર પસંદ કરી શકશે ત્યારે સાયન્સના વિદ્યાર્થીઓને બીએસસી માટેનો પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે ગત તા. 5 મેથી ઓન લાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું હતું. હવે વિદ્યાર્થીઓ 30 મે સુધી ચોઈસ ફીલિંગ કરી શકશે. ત્યારબાદ 7 જુને પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 12 જૂને ફાઇનલ મેરીટ લીસ્ટ અને કોલેજની ફાળવણીનો પ્રથમ રાઉન્ડ થશે.19 મેએ વિદ્યાર્થીઓને ફાઇનલ કોલેજ ફાળવવામાં આવશે.23મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવી શકશે. અને તા .26મી જૂન બાદ બાકી રહેલી બેઠકો માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરાશે.
ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ 21 જુનથી શૈક્ષણિક સત્ર શરૂ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે યુનિવર્સિટી 21 જૂન સુધીમાં એડમિશન પ્રક્રિયા પણ પૂરી કરાશે અને 21 જૂનથી એકેડેમિક કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓ માટે સત્ર શરૂ કરી દેશે. જો કે, પહેલીવાર એવું બની રહ્યું છે કે, કોમર્સના પરિણામ જાહેર નથી થયાને એડમિશન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ગુજરાત યુનિવર્સિટીએ રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ શનિવારથી સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે ગુજરાત બોર્ડના પરિણામની રાહ જોવાઇ રહી છે.પરિણામ આવતા ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે અને 21 જૂનથી અભ્યાસ શરુ કરવામાં આવશે.