અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મ્યુનિની ઝૂંબેશ,72 એકમોમાં તપાસ, વેપારીઓમાં ફફડાટ
અમદાવાદ: પર્યાવરણને નુકશાન કરતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો છડેચોક ભંગ કરી રહ્યાની ફરિયાદો ઊઠતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે. એએમસીના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર ગંદકી કરતા અને ન્યુસન્સ કરતા એકમ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોલિડ વેસ્ટ વિભાગ તમામ વોર્ડમાં માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પાન ગલ્લા, ચાની કિટલી, પ્રતિબંધિત પ્લાસ્ટકીનો ઉપયોગ, વેચાણ સંગ્રહ, ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ન રાખતા એકમો સામે કાર્યવાહીની ઝૂંબેશ ચાલી રહી છે. જીપીએમસી એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કામગીરી અંતર્ગત જુદા-જુદા વોર્ડમાં મુખ્ય વિસ્તારમાં ખાતે જાહેર માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ કરતા ધંધાકીય એકમનો નોટિસ આપી હતી. તમામ વોર્ડમાં જાહેરમાં કચરો નાખી ન્યુસન્સ કરતાં એકમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરના મ્યુનિ, કમિશનર સ્વચ્છતાના ભારે આગ્રહી છે. અને સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ પાસેથી ડે ટુ ડેની કામગીરીનો હિસાબ લઈ રહ્યા છે.શહેર સ્વચ્છતા અંકમા સૌથી અગ્રસેર રહે અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે એએમસી દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં અનેક એકમો દ્વારા એએમસીના સ્વચ્છતા અભિયાનું ઉલ્લંઘન તેમજ સ્વચ્છતાના નિયમ વિરૂદ્ધ જઇ કામ કરનારા સામે એએમસી સોલિડ વેસ્ટ વિભાગ લાલ આંખ કરી છે. અમદાવાદ શહેરમાં રાત્રી દરમિયાન પણ સોલિડ વેસ્ટ વિભાગ ફ્લાઇંગ સ્ક્વોર્ડ બનાવી તપાસ હાથ ધરી રહી છે. ગંદકી મુદે અમદાવાદના ઉતર પશ્ચિમ ઝોન વિસ્તારમાં એક સાથે 72 એકમ તપાસતા આ પ્રકારના કૃત્ય બદલ 38 નોટીસ ઇશ્યુ કરી, 08 કિગ્રા પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂપિયા 49 હજાર 200 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાત દક્ષિણ ઝોન સોલિડ વેસ્ટ ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત ઇસનપુર વોર્ડ ખાતે મહાદેવ ડિસ્પોઝેબલ સ્ટોર્સ તથા તેના ગોડાઉનમાંથી અંદાજે 129 કિગ્રાથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટીક તથા ડિસ્પોઝેબલ વસ્તુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૂપિયા 62 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે