Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલનો કુખ્યાત આતંકી મરાયો ઠાર

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયાં છે. સુરક્ષા દળોને ઘટના સ્થળ પરથી આતંકવાદીઓના ઓળખકાર્ડ મળી આવ્યાં હતા. આ આતંકવાદીઓમાં હિઝબુલનો કુખ્યાત ફારુખ પણ ઠાર મરાયો છે. ફારૂખ લાંબા સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો. એટલું જ નહીં તે હિઝબુલનો લાંબા સમય સુધી જીવીત આતંકવાદી હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર કુલગામના કાદર વિસ્તારમાં ઘેરાબંધી અને તપાસ અભિયાન દરમિયાન આ અથડામણ થઈ હતી.

સેનાએ જણાવ્યું હતું કે, આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસને કાદર બેહીબાગામાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતી મળી હતી. જેથી તેમને ઝડપી લેવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શ્રીનગર સ્થિત સેનાના ચિનાર કોરએ જણાવ્યું હતું કે, સતર્ક જવાનોએ શંકાસ્પદ ગતિવિધી જોવા મળી હતી, તેમજ આતંકવાદીઓએ પડકાર ફેંક્યો હતો. દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા સુરક્ષી જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી. હજુ સમગ્ર વિસ્તારમાં આતંકવાદીઓને ઝડપી લેવા માટે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.