Homeગુજરાતીદેશ-વિદેશજમ્મુ-કાશ્મીર: ડોડામાં જૈશનો પાકિસ્તાની આતંકી કમાન્ડર ઠાર, M4 રાઇફલ જપ્ત

જમ્મુ-કાશ્મીર: ડોડામાં જૈશનો પાકિસ્તાની આતંકી કમાન્ડર ઠાર, M4 રાઇફલ જપ્ત

જમ્મુ, 12 સપ્ટેમ્બર 2026: ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો પાકિસ્તાની આતંકી ઠાર મરાયો હતો. સુરક્ષા દળોને આતંકીના મૃતદેહ પાસેથી રાઈફલ અને દારૂગોળો મળી આવ્યો હતો. સુરક્ષા દળો દ્વારા તેના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત તેજ કરી છે.

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહ સ્થિત સેઓજ ધાર વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા સાંપડી છે. એક સંયુક્ત ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદી કમાન્ડરનો મૂર્તદેહ જપ્ત કર્યો છે. માર્યા ગયેલો આતંકવાદી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. એસોજી ડોડા, રાષ્ટ્રીય રાઇફલ્સ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીનો મૃતદેહ રિકવર કર્યો હતો. આ એન્કાઉન્ટર સ્થળેથી સુરક્ષા દળોને અમેરિકન બનાવટની ઘાતક M4 રાઇફલ અને અન્ય દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષા દળોએ આતંકીના મૂર્તદેહ અને હથિયારોને કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર વિસ્તારને ઘેરીને વધારાનું સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular