જાપાનના PM કિશિદા ફ્યુમિયો ભારતની મુલાકાતે આવશે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પીએમ તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યાં હતા અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ અને નરેન્દ્ર મોદીએ સાથે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની ચોથી ટ્રેસ્ટના પ્રથમ દિવસની મેચ નિહાળી હતી. આ ઉપરાંત બંને દેશો ઉપર અનેક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવાની સાથે એમઓયુ પણ કરવામાં આવ્યાં હતા. હવે આગામી 20મી માર્ચના રોજ જાપાનના વડાપ્રધાન કિશિદા ફ્યુમિયો ભારતની મુલાકાતે આવી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર તા. 20મી માર્ચથી જાપાનના પીએમ કિશિદા ફ્યુમિયો બે દિવસની ભારતની મુલાકાતે આવશે. આ દરમિયાન કિશિદા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે, એટલું જ નહીં બંને પક્ષો પરસ્પર હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ G7 અને G20 ની તેમની અધ્યક્ષતા હેઠળ તેમની વિશિષ્ટ પ્રાથમિકતાઓની પણ ચર્ચા કરશે. જાપાનના પીએમકિશિદા ફ્યુમિયોની ભારતની મુલાકાત દરમિયાન તેઓ કેટલાક મહત્વના મુદ્દા ઉપર એમઓયુ કરે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.