
‘જીયો’ ન્યૂ ઈન્ડિયાના ડિજીટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતિકઃ મુકેશ અંબાણી
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી, અંબાણી પરિવાર અને રિલાયન્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. આ વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તેમજ કહ્યું હતું કે, નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. જીયો એ ન્યૂ ઈન્ડિયાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે અને તેણે તેના ધ્યેય તરફ મોટા કદમ ઉઠાવ્યા છે. આ પ્રસંગ્રે તેમણે જીયો ફાયબર 19મી સપ્ટેમ્બરના રોજ લોન્ચ થવાની પણ જાહેરાત કરી હતી.
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, કે નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એબિટડા 1.53 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ પ્રોફિટ રેકોર્ડ રૂ. 9.74 લાખ કરોડ રહ્યો છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ખર્ચ રૂ. 1271 કરોડ થયો છે. જીઓ અંગે તેમણે કહ્યું હતું કે, મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો નવા ભારતની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપી રહ્યું છે. દેશમાં સરેરાશ વપરાશકર્તા દરરોજ 25 જીબી ડેટા વાપરે છે અને દેશના કુલ 5જી નેટવર્ક વપરાશમાં જીઓનો હિસ્સો 85 ટકા છે. જીઓ દ્વારા ભારતમાં સૌથી ઝડપી 5જી નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. જીઓ ફાઈબર માટે દરરોજ 150,000 કનેક્શન આપી શકાય છે. જીઓ ફાયબર 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના પાવનપર્વ ઉપર લોન્ચ કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, કંપની જીઓ માટે 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો લક્ષ્યાંક ધરાવે છે. જીઓ એ ન્યૂ ઈન્ડિયાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે અને તેણે તેના ધ્યેય તરફ મોટા કદમ ઉઠાવ્યા છે. જીઓ 5જી નું રોલઆઉટ એ વિશ્વની કોઈપણ કંપની દ્વારા સૌથી ઝડપી 5જી રોલઆઉટ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થયાની જાહેરાત કરી હતી. સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો ઉલ્લેખ કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, નવું ભારત અટકતું નથી, થાકતું નથી અને હારતું નથી. આમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ગ્રહ, પૃથ્વી, દેશ અને કંપનીના તમામ રોકાણકારોનું ધ્યાન રાખે છે.
જીઓ ઈન્ફોકોમના ચેમરેન આકાશ અંબાણીએ આ પ્રસંગ્રે જણાવ્યું હતું કે, જીઓ સ્માર્ટ હોમ સેવાઓ શરૂ કરી રહ્યું છે. જીઓ ઝડપથી સ્માર્ટ હોમ સર્વિસ ફેલાવશે. જીઓ બ્રોડબેન્ડ સેવા દ્વારા સ્માર્ટ હોમ પર ભાર આપી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે ઉદ્યોગ માટે જીઓ True 5જી લેબની જાહેરાત કરી છે. આ લેબથી ઉદ્યોગ પરિવર્તન આવશે.