1. Home
  2. ગુજરાતી
  3. કર્ણાટકમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાશે
કર્ણાટકમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાશે

કર્ણાટકમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાશે

0
Social Share

બેંગલુર, 6 માર્ચ 2026: ભારતમાં પહેલીવાર કોઈ રાજ્ય સરકારે બાળકોના ડિજિટલ વ્યસન અને માનસિક સ્વાસ્થ્યને લઈને અત્યંત કડક અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. કર્ણાટક સરકારે રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે નાણાકીય વર્ષ 2026-27નું રાજ્ય બજેટ રજૂ કરતી વખતે આ ઐતિહાસિક જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, બાળકોમાં મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના વધતા જતા વપરાશની અત્યંત પ્રતિકૂળ અસરો જોવા મળી રહી છે. ઓનલાઇન ગેમિંગ અને સોશિયલ મીડિયાની લતને કારણે બાળકોના શિક્ષણ, શારીરિક ફિટનેસ અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો પડી રહી છે. આ ગંભીર મુદ્દે ગયા મહિને બેંગલુરુમાં આયોજિત કુલપતિ સંમેલનમાં શિક્ષણવિદો અને નિષ્ણાતો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ સરકાર આ નિષ્કર્ષ પર પહોંચી છે.

સોશિયલ મીડિયા પર પ્રતિબંધની સાથે સાથે સરકારે ટેકનોલોજીના સર્જનાત્મક ઉપયોગ માટે પણ મોટી જાહેરાતો કરી છે. આઈઆઈએસસી હેઠળના એઆઈ અને ટેક પાર્ક દ્વારા ઈસરો અને Keonics ના સહયોગથી એક અત્યાધુનિક રોબોટિક્સ અને એઆઈ કેમ્પસની સ્થાપના કરવામાં આવશે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક પરિવર્તન સાથે જનકલ્યાણના કાર્યક્રમોને સંતુલિત કરવાની વ્યૂહરચના અપનાવી છે.

કર્ણાટક સરકારના આ નિર્ણયની અસર સમગ્ર દેશમાં જોવા મળી શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આ પ્રતિબંધનો અમલ કેવી રીતે કરશે અને વાલીઓની તેમાં શું ભૂમિકા રહેશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. નિષ્ણાતો આ પગલાને બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી ગણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમેરિકાનો ઈરાન પર પ્રચંડ પ્રહાર: 30થી વધુ જહાજોનો નાશ કર્યો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code